ગરવીતાકાત પાલનપુર: પાલનપુર તાલુકાના જગાણા સ્થિત એસ.કે.મહેતા હાઇસ્કૂલ અને ઉ.મા. શાળાના કચેરી અધિક્ષક તરીકેની સુચારૂ અને સફળ ફરજ બજાવી નિવૃત્ત થયેલા હેમરાજભાઇ હિરજીભાઇ કુણિયાનો જગાણા મુકામે વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર ગામના અગ્રણીઓ દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ તથા પ્રાથમિક વિભાગના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ચાવડા તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ સહિત ગામના સરપંચ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.