સરકાર સર્વે કરાવી કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને અલગથી રાહત પેકેજ આપે એવી શક્યતા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે લોકડાઉન લાગુ કરતા દરેક કામ ધંધાને આર્થીક નુકશાન થયુ હતુ, એમાં લારી ગલ્લાવાળા થી લઈ મોટી ઈન્ડસ્ટ્રીઝને પણ આર્થીક તંગીનો સામનો કરવો પડ્યો હતો. આ લોકડાઉન દરમ્યાન  લાખો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ હતી અને અનઓર્ગેનાઈઝ સેક્ટરના લાખો મજુરોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. સરકારના દાવાઓ મુજબ તેમને સમાજના દરેક વર્ગના લોકોને આર્થીક સહાય આપી તેમની મદદ કરી હતી. છતા પણ રાજ્યની સવેંદનશીલ સરકારને લાગી રહ્યુ છે કે સમાજના અમુક વર્ગ તેમની સહાયથી વંચીત રહી ગયા હોઈ તેમને સરકારી આદેશો કરી વિવિધ સર્વેની કામગીરી શરૂ કરેલ છે.

આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ

આ શ્રીણીમાં હવે રાજ્ય સરકારના આદેશ મુજબ અલગ થી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરને સુચના આપવામાં આવ્યુ છે કે ગામ અને શહેરમાં રહેતા તમામ કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓની યાંદી મંગાવવામાં આવે. સરકારે મામલતદાર અને અન્ય કર્મચારીઓની મદદથી દિન 2 માં સર્વે કરવાનો આદૈેશ આપ્યો છે, જે સર્વે કરી તમામ કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓને રાહત પેકજ આપે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ભુુદેવ સંગઠન કન્વીનર જયેશ પંડ્યાએ રાહત પેકેજ આપવાની માંગ કરી હતી.

સરકારના આ ઓર્ડરમાં હજુ એ નથી સ્પષ્ટ કરવામાં આવ્યુ કે રાહત પેકેજ કેટલા રૂપીયાનુ હશે,વ્યક્તિ દિઠ કેટલા રૂપીયા આપવામાં આવશે. લોકડાઉનના કારણે કર્મકાંડ કરતા બ્રાહ્મણો અને મંદીરના પુજારીઓની હાલત પણ ખરાબ થઈ હતી. સરકારના દાવા મુજબ દરેક જરૂરીયાતમંદને રાશન,ગેસ અને ડાઈરેક્ટ એકાઉન્ટ ટ્રાન્સફર આપી સહાય કરી હતી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.