દિલ્હીના મુખ્યમંત્રી વેક્સિનને લઈ ફરિવાર કેન્દ્ર ઉપર હમલાવર જણાઈ રહ્યા છે. તેઓએ કેન્દ્ર સરકાર ઉપર હુમલો કરતા કહ્યુ હતુ ક, રાજ્ય સરકારો ઉપર વિદેશથી રસી ખરીદવાનો નિર્ણય છોડી દેવો તે ખોટુ છે. તેમને કહ્યુ હતુ કે, કાલે જો પાકિસ્તાન સાથે યુધ્ધ થાય તો કેન્દ્ર સરકાર દિલ્હીને પુછવા લાગશે કે, તમે અણુ બોમ્બ બનાવ્યો કે નહી ? ઉત્તર પ્રદેશે ટેંગ બનાવી કે નહી ?
અરવિંદ કેજરીવાલે રસી મામલે એમ પણ કહ્યુ હતુ કે, કેન્દ્રએ યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચલાવવું પડશે,એના વગર કામ ચાલશે જ નહીં. આતો એવી વાત થઈ કે, માનીલો કે કાલે પાકિસ્તાને ભારત સાથે યુધ્ધ જાહેર કરી દીધુ અને કેન્દ્ર સરકાર કહેવા લાગે કે દિલ્હીવાળાઓએ પરમાણુ બોમ્બ બનાવ્યો કે નહી ?, ઉત્તર પ્રદેશે ટેંક ખરીદી કે નહી ? જો યુધ્ધના સમયે કેન્દ્ર સરકાર રાજ્યોને કહેવા લાગે કે પોત – પોતાનુ સંભાળી લેજો, તો આવુ ચાલે નહી. કેન્દ્ર સરકારની જવાબદારી છે વેક્સિન ખરીદવાની અને સપ્યાય કરવાની.
કેજરીવાલે કહ્યુ હતુ કે, સ્પુટનિક-વી ના ઉત્પાદકો સાથે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ રસીના કેટલા ડોઝ પ્રાપ્ત થશે તે અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.” મંગળવારે અમારા અધિકારીઓ અને રસી ઉત્પાદકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પણ મળી હતી.