ડેથ સર્ટિફિકેટને આધાર બનાવી મૃત્યુની સંખ્યા ગણવામાં આવે તે યોગ્ય નથી : પ્રદિપસિંહ જાડેજા

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાની બીજી વેવમાં દેશભરમાં લગભગ તમામ રાજ્યોની સ્વાસ્થ્ય અવ્યવસ્થાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે હાઈકોર્ટથી લઈ વિપક્ષ અને સામાન્ય જનતામાં પણ અંદરખાને કોરોનાના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તેવી રાવ ઉઠી છે. એવામાં રાજ્યના ગૃહમત્રી પ્રદીપસીંહ જાડેજાએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યુ હતુ કે, રકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાત તદ્દન ખોટી છે. રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા એકદમ પારદર્શી છે.’

રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા આમાં હકીકત નથી તે તદ્દન આધારહીન સમાચાર છે. આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર એટલે ડેથ સર્ટિફિકેટને આધાર બનાવી જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી. તેમજ તેની સરખામણી કોવિડ 19નાં મૃત્યું અંગે કરવામાં આવી છે જે સંપુર્ણપણે અયોગ્ય છે. ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર ઓનલાઇન આપવાની ટ્રાન્સપરન્સીવાળી સિસ્ટમ છે.  જ્યારે પરિવારમાં કોઇ મોભી કે સ્વજનનું મૃત્યું થાય ત્યારે પરિવારને તેના મરણ પ્રમાણપત્રની જુદી જુદી રીતે આવશ્યકતાઓ પડે છે. બેંકમાં, એલઆઇસીમાં, મકાનમાં નામ ટ્રાન્સફર કરાવવામાં જરૂરિયાત પડતી હોય છે. જેના કારણે અમે ઓનલાઇન પ્રક્રિયાથી ઘરે બેઠા પારદર્શક પદ્ધતિ વિકસાવી છે.’

પ્રદીપસીંહ જાડેજાએ કહ્યુ હતુ કે, ‘ઓનલાઇન પ્રમાણપત્ર માટે એકથી વધારેવાર એક વ્યક્તિ માટે પ્રમાણપત્ર લેવાયું હોય શકે છે. જેથી ઇસ્યુ પ્રમાણપત્ર અને મૃત્યું આંક વચ્ચે તફાવત હોય શકે છે. શોકમગ્ન પરિવારનું ઘણીવાર મૃત્યું પ્રમાણપત્ર માટેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહી જાય છે. આમ મૃત્યું અંગેનું રજીસ્ટ્રેશન, પ્રમાણપત્ર ઇશ્યું તે તમામ અલગ હોય છે. તેથી આ તમામને આવરીને આ અખબારી અહેવાલમાં જે આંકડા દર્શાવ્યાં છે તે અયોગ્ય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.