ગરવી તાકાત, પાલનપુર
તાલુકા વિસ્તરણ અધિકારી અને ગઢ પોલીસના સ્ટાફની ઉપસ્થીતીમાં દબાણ દુર કરાયું, ગામમાં અનેક દબાણો હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવતા નથી
પાલનપુર તાલુકા ના સલ્લા ખાતે ગ્રામપંચાયત દ્રારા એક વિધવા વૃદ્ધ મહિલાનું દબાણદુર કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ગત રોજ સલ્લા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત આગળ દબાણ કરી ચાની કીટલી ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી વૃદ્ધ વિધવા મહિલાનુ દબાણ ઉપર જેસીબી મશીન ફેવરી તોડી પાડવામાં આવ્યું હતું. જેને લઇ અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે ગામમાં અનેક મોટા પાકા દબાણો છે, પરંતુ આ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી અને એક વિધવા ગરીબ મહિલાનું દબાણ કેમ દૂર કરવામાં આવ્યું? તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે ગતરોજ સલ્લા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી,ગઢપોલીસ મથકના બંદોબસ્ત વચ્ચે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો – દાંતા તાલુકામાં ખનન માફીયા બન્યા બેફામ,સરકારી તંત્રનો કોઈ જ ડર નહી
સલ્લા ગ્રામ પંચાયતના મકાનના આગળના ભાગે વર્ષોથી ચુનીબેન રતુજી ઠાકોર નામની મહિલા દ્રારા દબાણ કરીને ચા ની કીટલી ચલાવતા હતા અને ચુનીબેન દ્રારા જીલ્લા પંચાયત અપીલ સમિતી વિભાગમાં 2018 માં જગ્યાનો હક લેવામાટે ની અપીલ કરવામાં આવી હતી. જે સંદર્ભે જીલ્લા પંચાયત અપીલ સમીતી દ્રારા તેમની અપીલ ને ના મંજુર કરી ને આ જમીનનો પંચાયત તરફી નિર્ણય આપવામાં આવ્યો હોવાનું મીડિયા સમક્ષ તાલુકા વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું અને 06/07/2020 ના દબાણ દુર કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો જે અંગે ગ્રામ પંચાયત દ્રારા દબાણદાર ને નોટીસો આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું તો બીજી તરફ દબાણદાર વિધવા મહિલાએ અગાઉ તેને દબાણ દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની નોટીસ ન મળી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું છે. તેમજ વર્ષો પહેલા આ જગ્યા તેને આપવા માટે પણ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કર્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું, પંચાયતના વિસ્તરણ અધિકારી કિશોરભાઈ ગહેલોત, છાયાબેન પટેલ સલ્લા તલાટી નિલ પટેલ સરપંચ મંજુલાબેન પટેલ તેમજ ગઢ પીએસઆઈ એસ.એ.ચૌધરી તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં દબાણ દુર કરવામાં આવ્યુ હતુ .
તો બીજી બાજુ વિધવા વૃધ્ધા ચુનીબેન એ જણાવ્યુ હતુ કે અમે વર્ષોથી આ જગ્યા પર ચાની કિટલી ચલાવી ને ગુજરાન ચલાવી એ છીએ અને અમોને ગ્રામપંચાયત દ્રારા ઠરાવ કરીને આ જગ્યા આપવામાં આવેલી છે. પરંતુ વેરો ભરવા જતા અમારી પાસેથી વેરો લેવામાં આવેલો નથી અને અમારી આ જગ્યાને આજે તોડી પડાતાં અમારી રોજીરોટી છીનવાઈ છે તો સરકાર દ્વારા અમને કોઈ નવી જગ્યા ચાની કીટલી ચલાવવા માટે ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.