મહેસાણા ના મંડાલી નો ઇસમ ડિગ્રી વિના ડોકટર બની લોકોના જીવ સાથે ચેડાં કરી રહ્યો હોવાની જિલ્લા કલેકટર ને રજૂઆત કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

— કોઈ પણ ડિગ્રી વિના મંડાલી,આલમપુર અને જીઆન હોસ્પિટલ માં લોકોના સ્વાસ્થ્ય સાથે કરી રહ્યો છે ચેડાં :

— જિલ્લા કલેકટર ને લેખિત અરજી આપી આવા ગોરખધંધા કરનાર ને જેલ હવાલે કરવા રજૂઆત :

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા તાલુકાના મંડાલી ગામનો ઇમરાન પઠાણ નામનો ઇસમ પોતાની પાસે કોઈ ડિગ્રી નહિ હોવા છતાં લોકોમાં પોતે ડોકટર હોવાનો દેખાવ કરી મંડાલી ગામ તેમજ જોટાણા ના આલમપુર અને મંડાલી હાઇવે ઉપર ભાગીદારી માં જીયા નામની હોસ્પિટલ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાથી તેને ઝડપી લઇ જેલ હવાલે કરવા જિલ્લા કલેકટર ને રજૂઆત કરાઈ છે.
મહેસાણા જિલ્લામાં ગણતરીના સમય થી કોઈ પણ ડિગ્રી નહિ હોવા છતાં  નકલી ડોકટર બની લોકોનો વિશ્વાસ કેળવી તેમની સારવાર કરવાના બહાના હેઠળ લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર લોકોમાં ધરખમ વધારો થયેલો જોવા મળે છે.તાલુકાના ગામડાઓની ભોળી પ્રજામાં ડોકટર હોવાનો હાઉ ઊભો કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
મહેસાણા તાલુકાના મંડાલી ગામનો ઇમરાન પઠાણ નામનો ઇસમ છેલ્લા ગણતરીના વર્ષ થી પોતે ડોકટર હોવાનો  દેખાવ કરી નકલી ડિગ્રી ધારણ કરી ગામડાઓની ભોળી પ્રજા નના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરાઈ છે.ઇમરાન પઠાણ પોતાની પાસે કોઈ ડિગ્રી નહિ હોવા છતાં નકલી ડિગ્રી ધારણ કરી મંડાલી ગામમાં સવાર ના સમયે  નગીના મસ્જિદ પાસે ક્લિનિક ખોલી લોકોને છેતરી રહ્યો છે તેમજ ત્યારબાદ બપોર ના સમયે મંડાલી હાઇવે ઉપર ભાગીદારી માં જીયાન નામની હોસ્પિટલ ખોલી ત્યાં લોકો ના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે
અને સાંજના સમયે જોટાણા તાલુકાના આલમપુર ગામમાં ક્લિનિક ખોલી લોકોને ગેરકાયદેસર રીતે લાવેલી દવાઓ આપી તેમની જિંદગી સાથે રમત રમવાનું કાર્ય કરે છે.અગાઉ કેટલાક જાગૃત નાગરીકે તેના વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવાની પેરવી કરતા તેણે પોતાની મોટી ઓળખાણ હોવાનું કહી પોલીસ અને આરોગ્યતંત્ર ને પોતાના ખિસ્સામાં લઈ ને ફરતો હોવાની શેખી મારી તેની વિરૂદ્ધ માં અવાજ ઉઠાવનારા લોકો ને ડરાવી ધમકાવી ચૂપ કરાવી દેતો હોવાની જાણકારી વિશ્વસનીય સૂત્રો પાસે થી મળી છે.
જાગૃત નાગરીક ના જણવ્યા અનુસાર નકલી ડિગ્રી ધારણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ઇમરાન પઠાણ પોતાની ઓળખાણ નો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવા તેમણે રજૂઆત કરી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.