Monday, July 26, 2021
Home ક્રાઈમ બનાસકાંઠામાં ઊંટલારી માંથી 1 લાખના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

બનાસકાંઠામાં ઊંટલારી માંથી 1 લાખના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

પ્રતીકારત્મક તસ્વીર
પ્રતીકારત્મક તસ્વીર

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી ગેરકાયદેસર દારૂ ઘુસાડતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. બુટલેગરો પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરવા અવનવા કિમિયા અપનાવતા હોય છે. ત્યારે માવસરી પોલીસે રણમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. પોલીસને બચવા બુટલેગરો ઊંટલારીમાં દારૂની હેરાફેરી કરતા હતા.

માવસરી પોલીસે બાતમીને આધારે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ધુસાડવામાં આવતા દારૂના જથ્થાને રણ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક ઊંટલારી શંકાસ્પદ જણાતા તેની તપાસ દરમ્યાન વિદેશી દારૂની કુલ બોટલ 336 મળી આવતા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. માવસરી પોલીસે રણવિસ્તારમાં ઊંટલારીમાં થી ઝડપાયેલ 336 બોટલ સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: