મહેસાણામાં નકલી પોલીસ તરીકે આવેલા ઈસમો એ ટ્રક ડ્રાઇવરના ગળે ચપ્પુ મૂકી 8 હજારની કરી લૂંટ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા શહેરમાં પાલાવાસણા પાસે ત્રણ શખ્સોએ એક ટ્રકની ઓવરટેક કરી પોલીસ હોવાની ખોટી ઓળખ આપ્યા બાદ ડ્રાઇવરના ગળે ચપ્પુ બતાવી 8 હજારની લૂંટ કરતાં અસલી પોલીસ દોડતી થઇ હતી અને નકલી પોલીસ બનેલા શખ્સોને ઝડપી લીધા હતા

પાલાવાસણા આરોગ્ય કેન્દ્રની સામે બસ સ્ટોપ પર ટ્રક ડ્રાઇવર સંદીપ યાદવ ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે આરોગ્ય કેન્દ્ર પાસે એક સફેદ અલ્ટો ગાડી (GJ-02-DE-5704)ગાડી ટ્રક સામે આવીને ઉભી રહી હતી

ત્રણ ઈસમો પોતાની ગાડી પર પોલીસનું બોર્ડ લગાવી ટ્રક ચાલક પર પોલીસ હોવાની ખોટી ઓળખ આપી રોફ જમાવી રહ્યા હતા. ડ્રાઇવરને કહેવા લાગ્યા કે, આ રસ્તો કાયદેસર ટ્રકોનો જવનો નથી એમ કહી ડ્રાઇવર પાસે પૈસાની માંગ કરી હતી

ડ્રાઇવર પૈસા આપવાની ના પાડતા નકલી પોલીસ તરીકે આવેલા ઈસમોએ ટ્રકના મલિકને ફોન કરી કહ્યું કે, તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મહેશ ચૌધરી બોલું છું. બાદમાં ટ્રક ડ્રાઇવર કહ્યું કે, અહીંથી જવા માટે વ્યવહાર આપવો પડશે. રૂપિયા આપવાની ના પાડતા ડ્રાઇવરનો ફોન ફેંકી ફેટ પકડી ગળા પર ચપ્પુ રાખી એક ઇસમે ડ્રાઇવરના ખિસ્સામાંથી આઠ હજાર રૂપિયા લૂંટી ત્રણે ઈસમો ગાડી લઇ ફરાર થઈ ગયા હતા

ડ્રાઇવર સમગ્ર ઘટનાની જાણ મહેસાણા કંટ્રોલમાં કરતા પોલીસે રાતો રાત તપાસ શરૂ કરી હતી. બાદમાં લૂંટ કરનાર ઇસમોને પોલીસે ઝડપી લઇ લૂંટમાં વપરાયેલી ગાડી કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે

ન્યુજ એજન્સી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.