નાગલપુરના ઈસમે લોકો પાસેથી 55 લાખ રૂપીયા ઉછીના લઈ, પરત નહી કરવા આત્મહત્યાનુ રચ્યુ પ્રપંચ !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા એક ઈસમને દેવુ થઈ જતાં તેને ફીનાઈલ પીને  આપઘાત કરવાનો ઢોંગ કર્યો હોવાની ચર્ચા સામે આવી છે. જેમાં ઈસમ ખુદ ફાર્મા કંપનીમાં નોકરી કરતો હોવાથી તે ફીનાઈલની અસરથી માહિતગાર હોવા છતાં તેને ફીનાઈલ પીને આત્મઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ. ઈસમે લોકો પાસેથી ઉછીના પૈસા લઈને શેરમાર્કેટમાં રોકાણ કર્યા હતા. પરંતુ શેરમાર્કેટમાં પૈસા ડુબી જતાં તેને લેણદારનો પીછો છોડાવવા આત્મહત્યાનુ તરકટ રચ્યુ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.

મહેસાણાના નાગલપુરની સીમંધર રેસીડેન્સીમાં રહેતા વ્યાસ ઉદય રાજેન્દ્રભાઈ, નડીયાદની ઈન બ્લ્યુ ફાર્મા કંપનીમાં એરીયા મેનેજર જેવી ઉચ્ચ પોસ્ટ ઉપર નોકરી કરે છે. જેને લોકો પાસેથી અત્યાર સુધી 55.10 લાખ રૂપીયા ઉછીના લીધા હતા. આ પૈસા ચુકવવા ના પડે એ માટે તેને ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લોકો સ્પષ્ટ રીતે એક તરકટ માની રહ્યા છે. વ્યાસ ઉદય સામે આક્ષેપ લાગી રહ્યા છે કે, તેને જાણી જોઈને ફીનાઈલનો ઉપયોગ કર્યો હતો જેથી લોકોના પૈસા પરત ના આપવા પડે.

આ પણ વાંચો – ફાયર વિભાગમાં કૌભાંડ : ચીફ ઓફીસર કોના હિતો માટે કામ કરી રહ્યા છે, જનતાના કે માત્ર ભારતીય જનતા પાર્ટીના ? હજુ સુધી ફરિયાદ કેમ નહી ?

આ તરફ તેના લેણદારોએ ઉદય વ્યાસ સામે ઈન બ્લ્યુ ફાર્મા કંપનીમાં ફરિયાદ કરી છે કે, તેને કંપનીના નામ પર મહેસાણા જીલ્લાના કેટલાક એમઆરઓ પાસેથી હાથ ઉછીના પૈસા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમ છતાં કંપનીના કહેવાતા કર્તાહર્તા હીંમાશુભાઈ પણ આ બાબતે સંડોવાયેલ તો નથી ને ? તેવુ મહેસાણાના એમઆરઓમાં ચર્ચાઈ રહ્યુ છે. જો તેમની કોઈ સંડોવણી નથી તો કેમ ઉદય વ્યાસને છાવરી રહ્યા છે.

અમોને ડરાવવા ખોટા ખોટા કેસ દાખલ કરી રહ્યો છે. આત્મહત્યાનુ તરકટ રચી અમારા પૈસા પરત ના કરવા પડે તે માટે પોલીસમાં ફરીયાદ પણ કરી રહ્યો છે.  પરંતુ કંપની તેની વિરૂધ્ધમાં કોઈ કાર્યવાહી કરવાને બદલે તેનો બચાવ કરી રહી હોવાનૂ સામે આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાસ ઉદય નામના ઈસમે ફીનાઈલ પીને આત્મહત્યાનુ તરકટ રચી પોલીસને અરજીમાં જણાવ્યુ હતુ કે,   તેને શેરમાર્કેટમાં વર્ષ 2017 દરમ્યાન પૈસાનુ રોકાણ કર્યુ હતુ પરંતુ તે પૈસા શેરમાર્કેટમાં ડુબી ગયા ગયા હતા. આ દરમ્યાન તેને લોકો પાસેથી 55.10 લાખ રૂપીયા ઉછીના લીધા હતા. તે પૈસા પરત કરવાની સ્થિતીમાં નહી હોવાથી ટેન્સનમાં આવી ગયો હોવાથી નાગલપુરના નીલકંઠ મહાદેવ પાસે ફીનાઈલ પી લીધુ હતુ.

તો શુ પૈસાનો હાથ ઉછીનો વ્યવહાર કરવો તે ગુનો છે ? જો આ ઉદય વ્યાસ પોતાના જ સ્ટેટમેન્ટમાં હાથ ઉછીના પૈસા લખાવતો હોવા છતાં પૈસા પરત આપવા ના પડે તે માટે આત્મહત્યાનુ નાટક કરતો હોઈ, તો શુ તેની સામે જ પોલીસ ફરિયાદ ના થવી જોઈયે ? અને તેણે  ઉછીના લીધેલા પૈસા પરત આપવા ના પડે તે માટે પૈસા આપનારના વિરોધમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નામ લખી અને ડરાવવાની કોશીષ કરી રહ્યો છે તો પોલીસે સત્યની તપાસ કરી, આવા લે- ભાગુ એમઆરઓ ઉદય વ્યાસ સામે સખ્ખતમાં સખ્ખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈયે તેવી લોકોમાં લાગણી અને માંગણી ઉભી થઈ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.