કાજલ મહેરીયા જેવા દ્વી મુખી વલણ ધરાવતા લોક ગાયકોની માંફી શુ પુરતી છે?

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, મહેસાણા

રાજ્યની પ્રસીધ્ધ લોક ગાઈકા માંની એક કાજલ મહેરીયા હર વખતની જેમ આ વખતે તેના ગીતને લઈને નહી પરંતુ બીજી કોઈ અન્ય બાબતને લઈ ચર્ચામાં આવી ગઈ છે. કાજલ મહેરીયાનો એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એ ખુલ્લમ ખુલ્લા ગાળો બોલી રહી છે. જેમા તેની ઉપર આરોપ લાગી રહ્યા છે કે,  આખી જીંદગી  જે દેવી/દેવતાઓના ભજન અને રાજગરબાના ગીત ગાઈ આટલી પ્રસીધ્ધી,આટલી નામના મેળવી, અને પૈસા પણ ખુબ કમાયા એજ દેવી/દેવતાઓને ગાળો બોલી તે સાબીત શુ કરવા માંગે છે? 

આ ઘટનાનો વિડીયો વાઈરલ થતા આમ લોકોમાં તેની વિરીદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. જેમાં લોકો તેને બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. અને કહી રહ્યા છે કે આવા કલાકારોને કોઈ પણ પ્રકારનો કાર્યક્રમના આપવો જોઈયે. જેથી તેમની સાન ઠેકાણે આવે, અને ખબર પડે કે કોઈની ધાર્મીક ભાવના દુભાવવાથી કેટલુ મોટુ નુકશાન વેઠવવુ પડે છે. 

કાજલ મહેરીયા સોશીયલ મીડીયામાં પણ એટલી જ પ્રસીધ્ધ છે માટે સોશીયલ મીડીયામાં તેનો ગાળો બોલતો વિડિયો વાઈરલ થતા તેને ભાન થયુ કે એનાથી ભુલ થઈ ગઈ છે અને લોકો અને તેના ચાહકો પણ એનાથી નારાજ થઈ ગયા છે જેથી બાદમાં તેને એક માફી માંગતો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેને પણ લાખો લોકોએ જોયો હતો પરંતુ અમુક સંગઠનો અને વ્યક્તિઓનુ માનવુ છે કે એક તરફ ગાળો પણ બોલવાની અને બીજી તરફ માફી માંગવાની એમ કેમ ચાલે? કેટલાક હિન્દુ સંગઠનોએ તો એની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્રો પણ આપ્યા છે. જેમા કાજલ મહેરીયા વિરૂધ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

 આ વિવાદ વધુ વકરતા અને તેની ઉપર હુમલો થતા કાજલ મહેરીયા ચર્ચામાં આવી જતા મીડીયા કર્મચારીઓએ તેની સાથે વાત-ચીત કરી હતી, જેમા તેને જણાવ્યુ હતુ કે એને આ વિવાદને લઈ સોશીયલ મીડીયામાં ધમકીઓ મળતા એને પોલીસ સાથે સંપર્ક કર્યો હતો. જેમાં મોઢેરા પોલીસ અને મહેસાણા પોલીસે એને ખુબ જ સારો એવો સાથ-સહકાર આપ્યો હતો, જેથી અમુક સંગઠનો પ્રશ્નો કરી ઉઠાવી રહ્યા છે કે પોલીસે આ ગાઈકાની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ એને સહકાર આપી રહી છે, તો શુ મોઢરા પોલીસ અને મહેસાણા પોલીસની કાજલ મહેરીયા સાથે કોઈ સાંઠગાંઢ છે? એટલે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી રહી?  હવે જોવાનુ એ રહ્યુ કે આવા દ્વીમુખી વલણ ધરાવતા કાજલ મહેરીયા જેવા સીંગરોને પોલીસ અને તંત્ર છાવરતુ જ રહેશે કે પછી દેશના બહુસંખ્યક ધાર્મીક સમુદાયની લાગણી હવે પછી ના દુભાય એના માટે કોઈ કડક પગલા ભરાશે?

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.