વીમા કંપનીઓએ કેશલેસ દાવાઓનો નિકાલ માત્ર 3 કલાકમાં કરવા ઇરડાનો નિર્દેશ

May 30, 2024

વીમા કંપનીઓએ કેશલેસ દાવાઓનો નિકાલ ત્રણ કલાકમાં કરવો પડશે

જો ત્રણ કલાકથી વધુ સમય લાગે છે અને હોસ્પીટલ દર્દી પાસેથી વધુ ચાર્જ વસુલે છે તો વધારાનો ચાર્જ વીમા કંપનીએ જ ચૂકવવો પડશે

નવી દિલ્હી, તા.30 – વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ સ્વાસ્થ્ય વીમાનાં નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. બુધવારે જાહેર પોતાના મુખ્ય સકર્યુલરમાં નિયામકે કહ્યુ છે કે ઈુસ્યોરન્સ કંપનીઓએ તરત કાર્યવાહી કરવી પડશે અને ત્રણ કલાકની અંદર વીમાનાં દાવાનો નિકાલ કરવો પડશે. ઈરડાએ પણ નિર્દેશ આપ્યો છે કે જો ત્રણ કલાકથી વધુ સમય લાગે છે અને હોસ્પીટલ દર્દી પાસેથી વધુ ચાર્જ વસુલે છે તો વધારાનો ચાર્જ વીમા કંપનીએ જ ચૂકવવો પડશે.

Steps to Make Cashless Claims on Your Health Insurance? | Paytm Insurance

દર્દીઓને પડે છે તકલીફ: હાલમાં હોસ્પીટલમાં ભરતી થયા બાદ સારવારનો ખર્ચ સ્વાસ્થ્ય વીમામાં કવર તો થઈ જાય છે પરંતુ દાવાનાં નિકાલની લાંબી પ્રક્રિયાથી દર્દી અને તેનો પરિવાર પરેશાન થઈ જાય છે.

સારવાર પુરી થઈ ગયા બાદ ડોકટર તરફથી ઘર જવાની મંજુરી તો મળી જાય છે પણ દાવાનાં નિકાલમાં લાગતો સમય એટલો તો લાંબો થઈ જાય છે કે દર્દીને કલાકો સુધી હોસ્પીટલમાં જ રાહ જોવી પડતી હોય છે. પરિવારજનો ટીપીએ ડેસ્કનાં ચકકર લગાવતા રહી જાય છે તો દર્દી ઘર પરત ફરવાની રાહ જોતો રહી જાય છે.

ઓનલાઈન પદ્ધતિથી મળે પુર્વ સ્વીકૃતિ  વીમા નિયામકે જણાવ્યું હતું કે જો સારવાર દરમ્યાન પોલીસી ધારકનું મૃત્યુ થઈ જાય તો વીમા કંપની દાવાના નિકાલ અનુરોધ પર તરત કાર્યવાહી કરશે. કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે નિશ્ચિત સમયમાં 100 ટકા કેશલેસ દાવાનો નિકાલ કરે, સાથે સાથે ડીજીટલ રીતે પોલીસી ધારકો માટે પૂર્વ સ્વીકૃતિવાળી પ્રક્રિયાને લાગુ કરવામાં આવે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0