આઇપીએલ 2022 માટે, આઠ ફ્રેન્ચાઇઝીઓએ તેમના ખેલાડીઓની યાદી બહાર પાડી છે. આમાં ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા છે, જેને ફ્રેન્ચાઇઝીએ મોટી રકમ ચૂકવીને તેમની સાથે જાેડ્યા છે.આમાં સૌથી મોટું નામ વેંકટેશ અય્યરનું છે. તેણે ગયા મહિને જ ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અગાઉ આઇપીએલ 2021 માં પણ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમ્યો હતો. લીગમાં સિઝનનો અનુભવ હોવા છતાં, તેને કેકેઆર દ્વારા આઇપીએલ 2022 માટે રૂ. 20 લાખથી રૂ. 8 કરોડનો સીધો પગાર ચૂકવીને જાળવી રાખવામાં આવ્યો છે. તેમનો પગાર 40 ગણો વધી ગયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 વર્ષીય જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર અબ્દુલ સમદને આઇપીએલ 2020માં તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આઇપીએલ 2022 માટે જાહેર કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટમાં પણ સમદનું નસીબ ખુલ્યું. હૈદરાબાદે તેને ૨૦ ગણો વધુ પગાર આપીને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. સમદે આઇપીએલ 2021માં 7 મેચમાં 75 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે આઇપીએલ 2020માં રમાયેલી 12 મેચોમાં 111 રન બનાવ્યા હતા. ત્યારબાદ સમદે 170 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સે આઇપીએલ 2022 માટે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ટીમના ઓપનર મયંક અગ્રવાલ અને અનકેપ્ડ ભારતીય અર્શદીપ સિંહ છે. 20 વર્ષીય અર્શદીપને પંજાબ કિંગ્સે 2019માં રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો અને 20ગણો વધુ પગાર આપીને રૂ. 4 કરોડમાં તેને રિટેન કર્યો હતો. આઇપીએલ 2021માં અર્શદીપનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. અર્શદીપે આ વર્ષે આઇપીએલમાં દર 14 બોલમાં એક વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી લીગની 23 મેચમાં 30 વિકેટ ઝડપી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આઇપીએલ 20220માટે રિટેન કરવાનો ર્નિણય લીધો છે. ઉમરાને આઇપીએલ 2021માં ડેબ્યૂ કર્યું હતું. તેને હૈદરાબાદે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને પણ 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે અત્યાર સુધી માત્ર 3 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ ઝડપી છે. પરંતુ તેની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. ઉમરાને આઇપીએલ 2022માં 152.95 કેએમપીએચની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે તે લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ભારતીય બન્યો. તે ટી20 વર્લ્ડ કપમાં નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયા સાથે પણ જાેડાયેલો હતો.
યશસ્વી જયસ્વાલે 2020માં અંડર-19વર્લ્ડ કપમાં 6 મેચમાં 400 રન બનાવ્યા હતા. આ પછી આઇપીએલ 2020 પહેલા તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેને રાજસ્થાને 20લાખની મૂળ કિંમત એટલે કે 2 કરોડ 40 લાખ રૂપિયા કરતાં 12 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો.આઇપીએલ 2022 માટે પણ રાજસ્થાને તેને 4 કરોડમાં રિટેન રાખવાનો ર્નિણય કર્યો છે. યશસ્વીએ આઇપીએલની 14મી સિઝનમાં 10 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 249 રન બનાવ્યા હતા. યશસ્વીએ આઇપીએલ 2021માં પણ અડધી સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 148.21 હતો. તેણે ગત સિઝનમાં 32 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.
(ન્યુઝ એજન્સી)