IPL 2022 : આઠ ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે

શેર કરવા અહીં ક્લિક કરો.

IPL 2022 માં વર્તમાન આઠ ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે, બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ હરાજી પહેલા બાકીના પ્લેયર પૂલમાંથી ત્રણ ખેલાડીઓ મેળવી શકશે. આ વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી હતી. જાેકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઇપીએલ 2022ની હરાજી માટેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

IPL આ અઠવાડિયે ફ્રેન્ચાઇઝીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં આ નિયમોની સ્પષ્ટતા કરી હતી. 2018 ની મેગા ઓક્શનમાં ટીમો પાસે 80 કરોડ રૂપિયા હતા આઇપીએલ 2022 ની હરાજી માટે પર્સ 90 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે. 2021ની હરાજીમાં તે 85 કરોડ રૂપિયા હતી. 2018ની મેગા ઓક્શનમાં ટીમો પાસે 80 કરોડ રૂપિયા હતા, જેમાંથી તેઓ ખર્ચ કરી શકે છે. રિટેન કરાયેલા ખેલાડીઓ પર મહત્તમ રૂ. 33 કરોડ સાથે, ટીમોને રીટેન્શન અને બે રાઇટ-ટુ-મેચ કાર્ડના સંયોજન દ્વારા પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.આવતા વર્ષે આરટીએમ કાર્ડ નહીં હોયરિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આવતા વર્ષે આરટીએમ કાર્ડ નહીં હોય. ફ્રેન્ચાઇઝીઓ બે અલગ-અલગ સંયોજનોને અમલમાં મૂકી શકશે. જ્યારે તેઓ ચાર ખેલાડીઓ પસંદ કરશે જેમને તેઓ જાળવી રાખવા માંગે છે. ત્રણ ભારતીય અને એક વિદેશી, અથવા બે ભારતીય અને બે વિદેશી.રિટેન્શન આખરે ખેલાડીની પસંદગી હશે.

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રિટેન્શન આખરે ખેલાડીની પસંદગી હશે. કારણ કે તે ઓક્શન પૂલમાં પાછા જવાનું કે ફ્રેન્ચાઈઝી બદલવાનો ર્નિણય લઈ શકે છે. ભલે તેની વર્તમાન ટીમ તેને રાખવા માંગતી હોય. ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ નવેમ્બરના અંત સુધી હોઈ શકે છે.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.