ગુજરાતના આ 7 શહેરોમાં રોકાણકારો પ્રોપર્ટીમાં રોકાણ કરશે તો માલામાલ બની જશે !!

February 6, 2024

2024ની લોકસભા ચૂંટણી અગાઉ ભાજપે સાત મહાનગરપાલિકા જાહેર કરી માસ્ટર સ્ટ્રોક માર્યો

હાલમાં કરેલું લાખોનું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કરોડોમાં ઉગી નીકળશે 

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું  છે. નાણામંત્રીએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. જેમાં સૌથી મોટી જાહેરાત નવી મહાનગરપાલિકાની જાહેરાત છે.  રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. મહેસાણા, નવસારી,  મોરબી, વાપી, આણંદ, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ગુજરાતની 7 પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. ત્યારે એક નાગરિકે તરીકે એ જાણવું જરૂરી છે કે, નગરપાલિકા કરતાં મનપા પાસે કેટલો વધુ પાવર? કોર્પોરેશનમાં આવ્યા બાદ પાલિકાઓને અનેક ફાયદા થાય છે. આ સાત શહેરોમાં રોકાણકારો પોર્પર્ટીમાં રોકાણ કરશે તો રોકાણ કારો માલામાલ બની જશે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે સૌથી પહેલો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભુપેન્દ્ર પટેલની આગેવાની સરકારે રાજ્યમાં નગર નિગમોની સંખ્યા એક ઝાટકામાં ડબલ કરી દીધી છે. આવામાં ગુજરાતમાં હવે મહાનગરપાલિકાઓની સંખ્યા 15 પર પહોંચી જશે. સરકારે 13 વર્ષ પહેલા આ બદલાવ કર્યો હતો, તેના બાદ અત્યાર સુધી કોઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો. આ જાહેરાતથી મહાનગરપાલિકા બનનારા શહેરોને મોટો ફાયદો થાય છે. તેથી જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો.

હવે વાત તમારા ફાયદાની કરીએ તો, હાલ ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામ સામેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકા 2010 માં રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કરાયેલી અંતિમ મહાનગરપાલિકા હતી. ત્યારે હવે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. આ શહેરોને વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી વધુ ફંડ મળશે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી વ્યવસ્થાઓ વિકસશે. જાહેર સુવિધાઓમાં વધુ વિકાસ થશે. એટલું જ નહિ, રાજ્ય સરકાર હવે આ ક્ષેત્રો પર વધુ સારી વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂંક કરશે. ગુજરાતની લગભગ 50 ટકા વસ્તી શહેરોમાં વસે છે. આ જોતા ભવિષ્યમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ પણ આસામાને જશે. પંરતું જો તમે અત્યારથી જ 7 નવી મહાનગરપાલિકાઓ તરફ નજર દોડાવશો, તો તમે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તગડો નફો મેળવશો. હાલ લાખોનું ઈન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં કરોડોમાં ઉગશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0