કડી નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ પૌરાણીક મોટું તળાવ આવેલું છે. જે સંપૂર્ણ તળાવ ગંદકી અને ગટર લાઇનના ગંદું પાણી છોડવાથી આ તળાવની ચારે બાજુ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. તળાવની અંદર પ્લાસ્ટીક, કાગળ, લીલ, જેવી અનેક વસ્તુઓથી સમગ્ર તળાવ આજે ગંદકી વાળું તળાવના નામે ઓળખાઇ રહ્યું છે. કડી નગરપાલિકા મોટા મોટા કાગળ ઉપર સફાઈ જુમ્બેશની વાતો કરી રહી છે. અને બીજી તરફ કડીના જૂના એરિયાની તરફ ધ્યાન કરવામાં આવે તો જ્યાં જોવા ત્યાં ગંદકીના નામે બૂમ રાડ જ જોવા મળે છે. કડી નગરપાલિકા આવા જૂના એરિયા બાજુ ધ્યાન પણ દેતા નથી.
કડી નગરપાલિકા માં વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા રજૂઆત ને આંખ આડા કાન કરી રહ્યું છે.ત્યારે તળાવમાં રહેલી ગંદકીને કારણે આજુબાજુમાં રહેતા પરિવારોમાં સ્વાસ્થ માટે ચેડા થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. આને કારણે કોઈ રોગચાળો ફેલાશે તો કોની જવાબદારી રહેશે ? નગરપાલિકાના સતાધીશો ખાલી ને ખાલી વોટ બેંકનું રાજકરણ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી આવવાની હોય ત્યારે તમામ હોદેદારો અને સતાધીશો પહોંચી આવેને વોટ બેંક માટે જનતાને મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ ચૂંટણી પત્યા પછી નાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જાણે એવું લાગે છે કે નગરપાલિકાને ચૂંટણી આવે ત્યારે જ જનતા યાદ આવતી હોય છે. કડીના જૂના વિસ્તારના મોટા ભાગના એરિયામાં હાલ પરિસ્થતિ જોવામાં આવે તો ક્યાંય ને ક્યાંક રોડ રસ્તાની બિસ્મભરી હાલત, જાહેર માર્ગો પર ગટર લાઇનના ગંદા પાણીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. કેટલાક એરિયામાં મસમોટ કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – નારી એકતા ફાઉન્ડેશનની મહિલાઓ દ્ધારા કડી પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
આ મામલે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા જૂના તળાવમાં જે ગંદકી નું સામ્રાજય છે તે દૂર કરવામાં આવે અને તેની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં અને તે તળાવ ને યોગ્ય રીતે તેને ડેવલોઅપ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. આ બાબતેહ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા દ્વારા કડી નગરપાલીકાના ચીફ ઓફીસર અને મહેસાણા જીલ્લા કલેક્ટને દિન 7 માં આ રજુઆત ઉપર યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.