પાલનપુર ધનિયાણા ચોકડી પાસેથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાલનપુર

પાલનપુર, ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને રાજસ્થાન રાજ્યમાંથી ચોરી કરી હતી

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરનાં ધનિયાણા ચોકડી વિસ્તારમાં કેટલાક ઇસમો એક ગાડી તેમજ ચાર બુલેટ બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં ઊભા હોવાની માહિતી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમે આ ગેંગને ઝડપી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાન રાજ્યમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા કેટલાક ગુનાઅોનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે. 
રીપોર્ટ,તસ્વીર – જયંતી મેતીયા
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેર સહિત ઠેર ઠેર છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલ ચોરી તેમજ વાહન ચોરી અને ઘરફોડ ચોરીઓના ગુનાઓ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બની રહેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબી પીઆઇ એચ.પી.પરમાર તેમજ પીએસઆઇ આર.જી.દેસાઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ હતી. દરમિયાન પાલનપુરના ધનિયાણા ચાર રસ્તા શોપિંગ આગળ ખુલ્લી જગ્યામાં એક સફેદ કલરની ટોયટા ઇટીઓસ ગાડી પડેલ છે. અને તેની બાજુમાં ચાર નંબર વગરના બુલેટ ઉપર કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે તેવી માહિતી મળતા એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી ચેક કરતા ગાડીની ડેકીમાંથી ગેસ કટર તેમજ સર સામાન પડેલ હોય ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક તેમજ ભરૂચ, અંકલેશ્વર, નવસારી તેમજ રાજસ્થાનમાથી અલગ અલગ ચોરીઓ કરી હતી.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

જેમાં બુલેટ મોટરસાઇકલ તેમજ ડ્રાયફ્રૂટની દુકાનમાંથી કેમેરાનું ડીવીઆર અને કાજુ બદામ પિસ્તાં તેમજ મોબાઈલની દુકાનમાંથી તેમજ કરિયાણા સ્ટોરમાથી અને નવસારી શહેરમાં જૈન મંદિરનું તાળુ તોડી દાનપેટીની ચોરી કરી હોવાની કબૂલાત કરતા આ સાતેય આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ઓક્સિજન ગેસ ભરેલ બોટલ અને ગેસ કટર તેમજ નકલી પિસ્તોલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ પાલનપુર ધનિયાણા ચોકડી પાસેથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં પાલનપુર સહિત ઉપરોક્ત વિસ્તારના તમામ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાઇ જવા પામ્યા હતા.
 ઝડપાયેલા આરોપીઓના નામ
૧.સુરેશકુમાર કાલુરામ ચૌધરી રહે. સાગવાડા તા.પિંડવાડા
૨.તેજસ સુદામાં આતકરે રહે.કલેઢોળ, તા.ખટાવ, જિ.સતારા મહારાષ્ટ્ર
૩.સંતોષકુમાર રૂપારામ અજબારામ ચૌધરી રહે. આમલારી, તા.જી.શિરોહી રાજસ્થાન 
૪.પ્રેમસિંગ ઉર્ફે બબલુ ઉદેસિંહ મંગલસિંહ રાણાવત રહે. સનવાડા, તા.પિંડવાડા રાજસ્થાન 
૫.ઉત્તમસિંહ ગુમાનસિંગ વિરદાનજી રાજ પુરોહિત રહે. બાદનવાડી તા.આહોર જી.ઝાલોર રાજસ્થાન 
૬. રાકેશ બાલકૃષ્ણ મોહનસિંગ રાજ પુરોહિત રહે.આહોર,જી જાલોર 
૭.મહેન્દ્રકુમાર મોટારામ વકતાજી ચૌધરી રહે.સાયલા જી.જાલોર રાજસ્થાન
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.