ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા-શુક્રવાર,  આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિ વર્ષ  ૯ મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્રારા જાહેર કરવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત સરકાર તથા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી અરવલ્લીના ઉપક્રમે  અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ,શામળાજી ,શામળપુર,ગુણીયાકુવા,દાળમીલ પાસે શામળાજી તા.ભિલોડા ખાતે ઉર્જા વિભાગના મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક  પ્રવચનમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગેની શુભેચ્છા આપતાં  જણાવ્યુ હતુ કે ૯ મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનુ કારણ  જળ,જંગલ, જમીન અને પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્તવ છે આદિવાસી બંધુઓ આવી ઉજવણી કરી આદિવાસી સંસ્કૃતિમાં જાગૃતિ લાવવાનુ છે રાજય સરકારે આદિવાસી બંધુઓ માટે વિકાસના  અનેક કામો કર્યા છે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ માટે નવી મોડેલ સ્કુલો બનાવી તથા પીવાના પાણી માટે માન.વડાપ્રધાનશ્રીએ ઘરઘર સુધી પાણી મળે તે માટે નળ સે જળ   યોજના અમલમાં મુકવામાં આવી છે જેનાથી આવતા સમયમાં દરેકને પાણી મળી રહેશે, વિજળીની બાબતમાં વાત કરતા મંત્રશ્રીએ ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે  અરવલ્લી જિલ્લાને નવા સબસ્ટેશનો મંજુર કર્યા એવુ જણાવ્યુ હતુ અરવલ્લી જિલ્લો આરોગ્ય સાચવવામાં પાછળ ન રહે તે માટે મોડાસા ખાતે  નવીન હોસ્પીટલ આપવાની પણ વાત કરી હતી  આદિવાસી વિસ્તારમાં મા અમૃત્તમ યોજનાનો લાભ આપી બીમારીના મોટા ખર્ચા માંથી બચાવી શકયા છીએ,  જિલ્લમામાં રોડ,રસ્તાથી કોઇ ગામ બાકી નરહે તેની પણ ચિંતા કરી હતી સિંચાઇ માટે મેશ્વો સરોવર માંથી પાઇપ લાઇન દ્રારા ૨૯ તળાવોમાં પાણી ભરવામાં આવશે જેનાથી આદિવાસી વિસ્તારમાં સિંચાઇના પાણીની સગવડ ઉભી કરવામાં આવશે એમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું.

આ પ્રસંગે ભિલોડા-મેઘરજના ધારાસભ્યશ્રી ર્ડો. .અનિલભાઇ જોષયારાએ આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીની શુભેચ્છા આપી આ દિવસ  કરવાનો હેતુ તથા આદિવાસીઓ પોતાના હકકોથી વાકેફ થાય અને બંધારણમાં આપેલા  હકકો મેળવી પોતાના સમાજમાં  વિકાસ કરવા માટે સહભાગી થવા જણાવ્યુ  હતુ  તથા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી બીજા સમાજની હરોળમાં આવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આદિવાસી  સમાજના આગેવાનુ મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ તથા શૈક્ષણિક તથા રમત ગમત ક્ષેત્રે પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનુ સન્માન અને વન અધિકાર પત્ર, પશુપાલન, સખી મંડળ અને અગ્રણીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ આઇ.પી.એસ. અધિકારીશ્રી .પી.સી.બરંડા, મહિલા મોરચાના પ્રમુખશ્રી મતિ લીલાબેન મડિયા, હસમુખભાઇ મડિયા અને શ્રી રાજુભાઇ નિનામાએ આદિવાસીઓએ આઝાદીમાં આપેલા બલિદાન અને સમાજ માટે પ્રાણ આપનાર સમાજના આગેવાનોને યાદ કરી તેમની કામગીરીને વખાણી પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજને તથા આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. હર્ષિત ગોસાવીએ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી મયુર પાટીલ, નાયબ વન સંરક્ષકશ્રી , જિલ્લા ભાજપા પ્રમુખશ્રી રણવીરસિંહ ડાભી, પ્રાયોજના વહીવટદારશ્રી , ભિલોડા તથા મેઘરજના તાલુકા પ્રમખશ્રીઓ,  પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ  તથા તાલુકાના આદિવાસી ભાઇઓ-બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી