સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે બે–દિવસીય ઇન્ટરનેશનલ મલ્ટી–ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સ યોજાશે
ગરવી તાકાત,વિસનગર તા. 22 – સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકારના સહયોગથી સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ અને વિકસિત ભારત@૨૦૪૭ રોડમેપના વિવિધ આયામો પર મંથન કરવાના ઉદ્દેશ્યથી સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા મલ્ટિડિસિપ્લિનરી એપ્રોચ થકી એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેનેજમેન્ટ વિષય ઉપર તારીખ ૨૪-૨૫ મે ૨૦૨૪ના રોજ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજીત કોન્ફરન્સમા ઇન્ડસ્ટ્રી અને એકેડેમીયાના આંતરરાષ્ટ્રીય વક્તાઓ ઉપસ્થિત રહેશે. જેમાં, ડો. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ-ગુજકોસ્ટ, પ્રો. મનોરંજન પરિદા, ડિરેક્ટર-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI), ડો. સુબ્રહ્મણ્યમ મુરલા, એસોસિયેટ પ્રોફેસર, ટ્રિનિટી કોલેજ ડબલિન, આયર્લેન્ડ, ડો. ઉત્કલ મહેતા, એસોસિયેટ પ્રોફેસર, એન્જીનિયરિંગ અને ભૌતિકશાસ્ત્ર, યુનિવર્સિટી ઓફ સાઉથ પેસિફિક, ફિજી, પ્રો. જ્યોર્જિયો ગિયાસિન્ટો, પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ કેગ્લિરી, ઇટાલી, પ્રો. (ડૉ.) શેંગ-લંગ પેંગ, પ્રોફેસર, નેશનલ તાઈપેઈ યુનિવર્સિટી ઓફ કોમર્સ, તાઈવાન, ડો. રેંગાસ્વામી જયગંથન, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ એન્જિનિયરિંગ ડિઝાઇન, IIT મદ્રાસ વિગેરે હાજર રહેશે અને તેમના સંશોધનો થકી ભવિષ્યમાટે ઉપલબ્ધ થનાર આયામો વિષે માહિતગાર કરશે.
આ ૫રિસંવાદમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૨૦૦ જેટલા સંશોધનકર્તાઓ ભાગ લઇ રહ્યા છે, જેઓ ૧૫ થી પણ વધુ ક્ષેત્રે પોતાના રિસર્ચ પેપર પ્રેજન્ટ કરશે. આયોજીત કોન્ફરન્સમા આમંત્રિત મહેમાનો તેમજ ભાગલેનાર સંશોધનકર્તાઓ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજીથી સજ્જ AR-VR, રોબોટિક્સ અને 3D પ્રિન્ટીંગ સંબંધિત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે,”ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નિર્દેશિત વિકસિત ભારત-૨૦૪૭ નિર્માણ માટે વિવિધ ડિસિપ્લિન વચ્ચે સમન્વય સ્થાપી આંતરશાખાકીય અભિગમો દ્વારા ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક રોડમેપ તૈયાર કરવામાં આ કોન્ફરન્સ સીમાચિહ્ન રૂપ સાબિત થશે”. તેમજ સંશોધકો, ડેટા વૈજ્ઞાનિકો, બિઝનેસ મેનેજરો અને ઉદ્યોગ પ્રેક્ટિશનરોને એકસાથે લાવીને, ICMAETM-24 જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા અને ડેટા-આધારિત વિશ્વના તકનીકી પડકારો માટે નવીન ઉકેલો રજૂ કરવાનો પ્રયાસ કરશે.
આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા TCS, MACs, Jyoti CNC, New Tech, Infotech જેવી ૧૨ થી પણ વધારે ખ્યાતનામ કંપનીઓ સાથે MOU કરવામાં આવશે. આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે સમગ્ર આયોજન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ, ડો પી. એમ. ઉદાણી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.