કોવીડ-૧૯ના સંક્રમણનો ફેલાવો અટકાવવા અને લોકોની ભીડ એકઠી ના થાય તેમજ સામાજિક અંતરનું પાલન થાય તે માટે તકેદારીના ભાગરૂપે કામગીરી કરવા નાગરીકોને નોંધ લેવા જણાવ્‍યું – નિવાસી અધિક કલેકટરશ્રી – રમેશ મેરજા – ખેડા

ખેડા–રાજય સરકારના આરોગ્‍ય અને પરીવાર કલ્‍યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શીકાઓ જાહેર કરવામાં આવી છે. સામાન્‍ય વહિવટ વિભાગ ગાંધીનગરના પરીપત્રથી આવશ્‍યક કારણ સિવાય મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સૂચના આપવામાં આવી છે. જે અનુસાર ખેડા જિલ્‍લામાં શહેર અને ગ્રામ્ય વિસ્‍તારમાં કેસોની સંખ્‍યામાં વધારો થતો હોય કોવીડ-૧૯ના સંક્રમણનો ફેલાવો અટકાવવા અને લોકોની ભીડ એકઠી ના થાય તેમજ સામાજિક અંતરનું પાલન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ખેડા જિલ્‍લાના તમામ જન સેવા કેન્‍દ્ર સહિત દાખલા અંગેની તમામ કામગીરી ઓન લાઇન ડિઝીટલ ગુજરાતની સાઇડ www.digitalgujarat.gov.in ઉપરથી કરવાની રહેશે જેની નાગરીકોએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Contribute Your Support by Sharing this News: