ગર્વીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કેટલાક લબરમૂછિયા અને સગીરો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ઝડપે રીક્ષા હંકારી અને જોરશોર થી મ્યુઝિક વગાડતા ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે પોલીસતંત્ર મૂક પ્રેક્ષક બની રહેતા અનેકવાર રાહદારીઓ અને વાહનચાલકોને પણ અડફેટે લેતા હોવાની ઘટના બનતી હોય છે.

મોડાસાના હજીરા વિસ્તારમાં આવીજ એક ઘટનામાં રીક્ષા ચાલકની બેદરકારીનો ભોગ બાઈક ચાલક બનતા રિક્ષાની ટક્કરે ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો રિક્ષાએ બાઈકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતના દ્રશ્યો નજીકમાં આવેલ શો-રૂમના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

રવિવારે બપોરના સુમારે હજીરા વિસ્તારમાંથી પસાર થતા બાઈક ચાલકને રોડ પર ઉભેલા ટ્રક આગળ થી રીક્ષા ચાલકે બેદરકારી ભરી રીતે હંકારી રોડ પરથી પસાર થતા વાહનો દેખ્યા વગર રોન્ગ સાઈડ વળાંક લેતા નિર્દોષ બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક રોડ પર પટકાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: