ગ્રામીણ રોજગારી અને મહિલા સક્તિકરણ ના હેતુ સાથે આજે કુવારદ ગામ માં મહિલા મંડળ ની 35 બહેનો સાથે રોજગાર લક્ષી તાલીમ ની શરૂઆત કરેલ જેનું દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવેલ આ કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન ના સહયોગ થી દેના RSETI (આરસેટી) પાટણ દ્વારા કરવામાં આવશે આ તાલીમ માં 35 બહેનો ભાગ લેશે અને દેના આરસેટી ના ટ્રેનર નીતાબેન દ્વવારા ખાખરા પાપડ અથાણાં મસાલા ના વિવિધ પ્રકારો બનાવતા અને વેચાણ વ્યવસ્થા ગુણવત્તા અને વ્યવસાલક્ષી આર્થિક બાબતો વિશે વિગતવાર માહિતી માર્ગદર્શન સાથે પ્રેક્ટીકલ થીયેરિકલ અને પ્રેરણા પ્રવાસ દ્વારા શીખવવામાં આવશે..

આજના આ ઉદઘાટન કાર્યક્રમ માં રીલાયન્સ ફાઉન્ડેશન ના વર્ષાબેન મહેતા અને વ્રજલાલભાઈ રાજગોર દેના RSETI માંથી મુકેશભાઈ ઠાકોર આશિષભાઈ જોષી હાજર રહી રહી દિપ પ્રાગટ્ય કરેલ કાર્યક્રમ ને સફળ બનાવવા ધનજીભાઈ ઠાકોર અને મહિલા મંડળ ના આગેવાનોએ ખૂબ જહેમત ઉઠાવેલ.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર