કોરોનાકાળ વચ્ચે કડી પંથકમાં મનરેગા અને NRLM યોજના અંતર્ગત વિવિધ આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સી તરીકે રાજ્યમાં સૌપ્રથમ નિયુક્તિ કડી તાલુકાના થોળ ક્લસ્ટર સખી સંઘની કરવામાં આવી છે. જેમાં લક્ષ્મણપુરા ગામે નર્સરીનું કામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના થોળ ક્લસ્ટર સખી સંઘને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સી તરીકે નિયુક્તિ કરાઇ છે. ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નર વિજય નહેરાના માર્ગદર્શન હેઠળ મનરેગા અને દિનદયાળ અંત્યોદય યોજના અને નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજનાના કન્વર્ઝનથી ગ્રામીણ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલ બહેનોને ગ્રામ્ય કક્ષાએ આજીવિકા માટે કવાયત શરૂ કરાઇ છે. જે મુજબ DDO મનોજ દક્ષીણી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને મનીષાબેન પટેલ દ્રારા મનરેગા યોજનાથા કન્વર્ઝનથી વ્યક્તિગત-જૂથના વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી છે.
થોળ ક્લસ્ટર સખી સંઘે પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન એજન્સી દ્રારા લક્ષ્મણપુરા ગામે નર્સરીનું કામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધુ છે. ગઇકાલે GLPCના મેનેજીંગ ડીરેક્ટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, G.M. GLPC, તાલુકા વિકાસ અધિકારી કડી, સરપંચ અને બંને યોજનાના જીલ્લા અને તાલુકાના સ્ટાફની ઉપસ્થિતિમાં રોજગારીના કામની શરૂઆત લક્ષ્મણપુરા ગામે જૂથ નર્સરીની કરવામાં આવી છે.