કોરોના વાઇરસને પગલે રવિવારે એક દિવસ માટે જનતા કરફ્યૂની વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માણાવદર શહેરમાં કોરોના વાઇરસને પગલે જનતા કરફ્યૂની 24 કલાક અગાઉ શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શનિવારે શહેરમાં મોટાભાગની બજારો બંધ જોવા મળી હતી બજારો સુમસામ ભાસતી હતી. માણાવદર શહેરમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. કોરોના વાઇરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે વડાપ્રધાન મોદીએ રવિવારે સમગ્ર દેશમાં જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી, ત્યારે માણાવદર શહેરમાં જનતા કરફ્યૂના 24 કલાક અગાઉ લોકોએ કરફ્યૂની શરૂઆત કરી દીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.લોકોની ચહલપહલ પણ ખુબજ મર્યાદિત હતી.  માણાવદર શહેરમાં રેસ્ટોરન્ટ ખાણીપીણી, ચા અને પાન માવાની દુકાનો સદંતર બંધ જોવા મળી હતી. માણાવદરમા શહેરમાં હજૂ સુધી વાઇરસનું સંક્રમણ આવ્યું નથી. તેને લઈને સૌ કોઈ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ જે પ્રકારે ગુજરાતમાં વાઇરસની દહેશત દિવસેને દિવસે વધી રહી છે. તેને લઈને લોકો થોડા ચિંતિત પણ બન્યા

તસ્વીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ માણાવદર 

Contribute Your Support by Sharing this News: