વિવાદીત કૃષી બીલના મુદ્દે ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડાએ આજે મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ ઉપર હુમલો કરી કહ્યુ હતુ કે, સંસદમાં તમામ વિપક્ષને દરકીનાર કરી ત્રણ કાળા કાયદા પસાર કરવામાં આવ્યા છે જેનાથી તેમના ઉઘોગપતી મીત્રોને ખુબ ફાયદો થવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં આ ત્રણ બીલનુ પરીણામ એ આવશે કે જે ખેડુતોને કોન્ગ્રેસે ખેત મજુરમાંથી ખેડુત બનાવ્યા તેઓ(ખેડુત) ફરીથી ભાજપની નીતીઓના કારણે ખેતમજુર બની જશે.
એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક ના આંકડા મુજબ ગુજરાતના ખેડુતોની સરેરાશ માસીક આવક 3500 રૂપીયા છે તેની સામે ખેડુતો ઉપર માથાદીથ દેવુ 28,000 રૂપીયા છે આ બધુ ભાજપની મર જવાન મર કિશાનની નીતીઓના કારણે શક્ય બન્યુ છે તેમ અમીત ચાવડાએ કહ્યુ હતુ. ભુતકાળમાં આપણે જોઈ ચુક્યા છીયે કે, બનાસકાંઠા જેવા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ ફાર્મીંગના નામે ખેડુતોને ફોસલાવી કંપનીઓ કરાર લેતી ત્યાર બાદ બટાકાની ગુણવત્તાને લઈ કંપનીઓ સવાલો ઉઠાવતી જેથી ખેડુતોની હાલત બાપડા-બીચારા જેવી થઈ જતી. આ ત્રણ કાનુન આવવાથી એવુ જ આખા દેશમાં થવા જઈ રહ્યુ છે એવુ પણ તેમને ઉમેર્યુ હતુ.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?
અમીત ચાવડાએ ત્રણ કાયદાને લઈ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, જો સરકારની નીતી સારી હોત તો ખેડુત સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી શકતા હતા. પરંતુ તેમને અઢધી રાત્રે વિપક્ષને સસ્પેન્ડ કરી આ ત્રણ કાળા કાયદા પસાર કરી દીધા હતા. આ ત્રણ કાળા કાયદા આવવાથી પ્રાઈવેટ કંપનીઓ સંગ્રહખોરી કરશે જેથી નફાખોરી વધી જશે નફાખોરી વધવાથી કાળાબજારી પણ થશે જેના કારણે સામાન્ય લોકોને પણ મોંઘા ભાવે ખેત પેદાશો ખરીદવી પડશે. જેથી આ કાનુનથી માત્ર ખેડુતોને જ નહી પરંતુ તમામ લોકોને નુકશાન થવા જઈ રહ્યુ છે તેમ અમીત ચાવડાએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિવાદીત ખેતી બીલના વિરોધમાં આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા 30 ખેડુતોને શ્રધ્ધાજંલી કોન્ગ્રેસે પાઠવી હતી. તેમને આ શહીદ થયેલા ખેડુતોના સન્માનમાં આવતી કાલે સમગ્ર રાજ્યમાં તાલુકા લેવલે ત્રણ કાળા કાયદાની હોળીઓ પ્રગટાવાના કાર્યક્રમ આપવાની ઘોષણા અમીત ચાવડાએ કરી હતી. ઉધોગપતીઓના પૈસાથી ઈશારાથી ચાલતી આ સરકારના વિરોધમાં 26 મી તારીખે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ વિવાદીત ખેતી બીલના સંદર્ભે સંવાદ પણ કોન્ગ્રેસ દ્વારા કરાશે તેવુ અમીત ચાવડાએ જણાવ્યુ હતુ.
કેન્દ્રમાં જ્યારે કોન્ગ્રેસની સરકાર હતી ત્યારે ખેડુતોની તકલીફ દુર કરવા તેમના(ખેડુતના) 72,000/- કરોડ રૂપીયાનુ દેવુ માફ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખેડુતો ઉપર ભાષણો કર્યા પરંતુ 2015 બાદ 6.50 લાખ કરોડ કોર્પોરેટ સેક્ટરનુ દેવુ માફ કર્યુ. આ સીવાય પણ કોર્પોરેટ હાઉસોના ટેક્ષ ઘટાડ્યા થવાથી તેમને(કોર્પોરેટ) 1.45 લાખ કરોડનો ફાયદો થયો છે. જેનાથી સાબીત થાય છે કે આ સરકાર ઉધોગપતીના ફાયદા માટે કામ કરી રહી છે. ત્યાર બાદ ભાજપે કૃષી સંબધીત કાળા કાયદા લાવી પોતાનો કૃષી વિરોધી ચેહરો ખુલ્લો પાડી દીધો છે. એવુ કહી અમીત ચાવડાએ સમગ્ર ગુજરાતવાસીઓને ખેડુતોનુ સમર્થન કરે એવુ આહ્વાન કર્યુ હતુ.