સિંધુ બોર્ડર મર્ડર કેસમાં સોનીપત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમને 14 દિવસના પોલીસ રિમાન્ડ આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટ 14 દિવસ માટે નહી, પરંતુ ત્રણેય આરોપીઓને ૬ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.કોર્ટમાં રજૂ કરાયેલા ત્રણ આરોપીઓના નામ નારાયણ સિંહ, ભગવંતસિંહ અને ગોવિંદ પ્રીત સિંહ છે. ત્રણેયે કોર્ટમાં કબૂલાત કરી છે કે તેઓએ લખબીર સિંહની હત્યા કરી હતી. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે આ ત્રણેય એકબીજાને નામથી ઓળખતા નથી.
કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે નારાયણ સિંહે પહેલા મૃત લખબીરનું શિરચ્છેદ કર્યુ હતું, ત્યારબાદ ભગવંત સિંહ અને ગોવિંદ પ્રીતસિંહે તેની લાશ લટકાવી હતી. પોલીસે માંગ કરી હતી કે કેસની સંવેદનીશીલતાને જાેતા તેઓ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગે છે. તેઓ આગળની તપાસમાં આ ત્રણનો સહકાર ઇચ્છતા હતા. પરંતુ અત્યારે સિવિલ જજ જુનિયર ડિવિઝન કિમી સિંગલાનીની કોર્ટે આરોપીને માત્ર 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. રીમાન્ડના ઓર્ડરમા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોપીનું દૈનિક મેડિકલ ચેકઅપ કરવામાં આવે. જયારે ડીડીમાં તેની એન્ટ્રી પણ નિયમિત રીતે કરવામાં આવશે.
આ કેસમાં પોલીસ તપાસની વાત કરીએ તો હથિયારો અને લોહીથી લથપથ કપડાં હજુ મળ્યા નથી. જેને આ કેસની દૃષ્ટિએ મહત્વના પુરાવા તરીકે ગણવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ તેમને કોઇપણ ભોગે રિકવર કરવા માંગે છે. પોલીસના જણાવ્યા અનુસાર માત્ર ત્રણ આરોપીઓ જ તેમને આ પુરાવાઓ તરફ દોરી શકે છે. લખબર સિંહ સરબલોહ ગ્રંથ સાથે મળી આવ્યો હતો. એક નિહાંગ શીખે તેનો વાંધો ઉઠાવ્યો અને તેને એક પ્રશ્ન પૂછયો હતો. આ મુદ્દા પર ચર્ચા શરૂ થઇ અને લખબીરની હત્યા થઇ હતી. પહેલા તેના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. અને બાદમાં તેના પગ પણ કાપી નાખવામાં આવ્યા હતા.
(એજન્સી)