Symbolic Image

31 ઓક્ટોમ્બરના રોજ ભુતપુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની મરણ તીથી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની જંયતી નીમીતે ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ કમીટી દ્વારા રાજ્યના વિવિધ જગ્યાએ કિશાન અધિકાર દિવસ તરીકે પાળવાનો નીર્ણય લીધો છે. આ નીર્ણય કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલા ત્રણ વિવાદાસ્પદ ખેડુત બીલના વિરોધમાં લેવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ અને ઉપવાસના કરી સરકાર ખેડુલ વિરોધી આ બિલનો વિરોધ કરવામાં આવેશે. આ વિરોધ પ્રદર્શન મહેસાણામા પણ બાબા સાહેબ આબેડકર ની પ્રતિમા પાસે રાજમહેલ રોડ પાસે કરવામાં આવશે.

આ પણ વાંચો – નવા કૃષી બીલ મુજબ ખેડુતોને બન્ને બાજુથી ખતમ કરવામાં આવશે : કોન્ગ્રેસ

કેન્દ્રની ભાજપ સરકારે રાજ્યસભામાં ગત મહિને ત્રણ વિવાદાસ્પદ બીલો પસાર કર્યા હતા. જેના વિરોધમાં વિવિધ ખેડુત સંગઠનોએ દેશભરમાં પ્રદર્શનો કરી,બંધનુ એલાન આપી સરકારના આ નિર્ણયને પાછો ખેચવા માંગ ઉઠાવી હતી. જેમાં ખેડુત સંગઠનો અને વિપક્ષનો આરોપ હતો કે આ બીલના કારણે દેશભરના ખેડુતોની બાર્ગેનીંગ કરવાની શક્તિ ઘટી જશે. તથા આ બિલના આધારે મોટી પ્રાઈવેટ કંપનીઓ,પ્રોસેસરોને મોટો ફાયદો કરવામાં આવી રહ્યો છે. આ બીલના કારણે ખેડુતોની મળતી એમ.એસ.પી.ના કાયદાનુ પણ ઉલ્લઘંન થઈ શકે છે. આ બિલમાં સરકારે ગેરકાયદેસર ભંડારની ક્ષમતાના કાયદાને પણ રદ કરી દીધો હતો. જેથી જમાખોરીમાં વધારો થશે. હવેથી કોઈ પણ વ્યક્તિ/સંગઠન અમર્યાદીત પ્રમાણમાં અનાજ,ફળ અને શાકભાજીની જમાખોરી કરી શકે છે. આ મામલે કોન્ગ્રેસ દ્વારા ઈન્દીરાગાંધી અને સરદાર પટેલની જંયતી નીમીતે આ બિલના વિરોધમાં વિવિધ જગ્યાએ પ્રદર્શન કરવા જઈ રહી છે.

આ બાબતે કોન્ગ્રેસ રાજ્યભરમાં  કિસાન અધિકાર દિવસ તરીકે ઉજવી પ્રદર્શનો કરવા જઈ રહી છે. જેમાં મહેસાણામાં પણ પ્રદર્શન અને ઉપવાસના કાર્યક્રમો યોજાવાનો છે.  મહેસાણા કોન્ગ્રેસના પ્રમુખ દ્વારા જીલ્લાના તમામ કોન્ગ્રેસ કાર્યકર્તાઓને આમંત્રીત કર્યા છે.  આ બાબતે બાબા સાહેબ આબેડકર ની પ્રતિમા પાસે રાજમહેલ રોડ ખાતે સવારે 10.30 કલાકે હાજર રહી કાર્યક્રમ યોજવા જઈ રહી છે. જેમાં સોસીયલ ડીસ્ટન્સ રાખવાનો પણ આગ્રહ કરાયો છે.

 

Contribute Your Support by Sharing this News: