T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ધરખમ ફેરફાર થવાની સંભાવના !

September 29, 2021

ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17  ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં તક મળ્યા બાદથી જ આ ખેલાડીનો આઈપીએલમાં સતત ફ્લોપ શો ચાલું છે. સિલેક્ટર્સે ટી20 વર્લ્ડ કપમાં આ ખેલાડી માટે શ્રેયસ ઐયર જેવા ધૂરંધર ખેલાડીની અવગણના કરી. શ્રેયસ ઐયર રિઝર્વ ખેલાડી તરીકે રખાયો છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મંગળવારે રમાયેલી મેચમાં શૂન્યના સ્કોરે આઉટ થઈ ગયો હતો.

આઈપીએલમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. આ ખરાબ પ્રદર્શનને જાેયા બાદ ફેન્સ પણ ખુબ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે સૂર્યકુમાર યાદવને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આઈસીસીના નિયમોનું માનીએ તો હજુ પણ ટીમ મેનેજમેન્ટ 10 ઓક્ટોબર સુધીમાં પોતાની સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. આવામાં સૂર્યકુમાર યાદવને ટી20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાની માગણી ઉઠી છે.

આ પણ વાંચો – નર્મદા યોજના અંતર્ગત ગુજરાતને પાડોશી રાજ્યો બાકી નીકળતા રૂપીયા ચુકવી નથી રહ્યા !

આઈપીએલ 2021 ના બીજા તબક્કાને ટી20 વર્લ્ડ કપની તૈયારીની રીતે જાેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત તરફથી ટી20 વર્લ્ડ કપ માટે ચૂંટાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખુબ ખરાબ રહ્યું છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પર એક નજર નાખીએ તો યુએઈ લેગમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 4 મેચ રમ્યો છે પરંતુ તેના બેટમાંથી રન નીકળ્યા જ નથી.

બીજી બાજુ જે પ્રકારે શ્રેયસ ઐયર યુએઈની પીચો પર રનનો વરસાદ કરી રહ્યો છે તે જાેતા ટી20 વર્લ્ડ કપ 2021ની જાહેર થયેલી 15 સભ્યોની ટીમના મીડલ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને જાેતા આ ફેરફાર ભારતીય ટીમમાં થઈ શકે છે. જાે કે શ્રીલંકા વિરુદ્ધ તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ સમયે પણ બે શાનદાર ઈનિંગ રમી હતી. એટલે કે શ્રેયસ ઐયરનું ફોર્મ સૂર્યાના ખરાબ પ્રદર્શન પર ભારે પડી શકે છે.
ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ  વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર,કોચ- રવિ શાસ્ત્રી,મેન્ટર- એમ એસ ધોની

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0