2020-21 ના આર્થીક વર્ષમાં ભારતનો વિકાસદર માઈનસ 9 ટકા રહેશે: S&P

શેર કરવા અહીં ક્લિક કરો.

 

એસ એન્ડ પી નામની ગ્લોબલ રેટીંગ એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં માઈનસ 9 ટકા ઘટાડો જોવા મળશે. આ અગાઉ પણ ફીચ અને મુડીઝે નામની ગ્લોબલ રેટીંગ એજન્સીઓએ પણ ભારતના વર્ષ 2020-21 ના વર્ષના વિકાસ દર ને માઈનસ રહેવાના અનુમાન લગાવ્યા છે, ફીચે માઈનસ 10.5 અને મુડીઝે 11.5 ટકાના ઘટાડાનો અનુમાન લગાવ્યો છે.

આ પણ વાંચો – ફીચ રેટીંગ એજન્સીએ ભારતના 2020-21 આર્થીક વર્ષમાં માઈનસ 10.5 ટકાનુ અનુમાન લગાવ્યુ

આ રેટીંગ એજન્સીએ સોમવારે જણાવ્યુ હતુ કે આર્થીક વર્ષ 2020-21 દરમ્યાન ભારતીય વિકાસ દર માઈનસ 9 ટકા રહેશે. આના પહેલા આ એસ.એન્ડ પી. નામની રેટીંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થાનીમાં માઈનસ 5 ટકા ના ઘટાડાનુ અનુમાન લગાવ્યુ હતુ, એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ખુબ ખરાબ રીતે અસર થઈ છે. જેની અસર ભારતના વિકાસદર ઉપર થશે. ભારતમાં કોવિડ – 19 ના કેસોની સંખ્યા વધી રહી હોવાથી ખર્ચામાં અને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ઉપર પણ અસર જોવા મળશે.

આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની

એસ.એન્ડ પી નામની ગ્લોબલ રેટીંગ એજન્સીના અનુસાર ભારતમાં કોવીડ – 19 ના કેસો લગાતાર વધતા હોવાથી પ્રાઈવેટ સેક્ટરની ગતીવિધીઓ રોકાઈ ગઈ છે. જુનમાં લોકડાઉનમાં સરકારે ઢીલ મુકી હોવા છતા પણ દેશમાં આર્થીક ગતીવિધીઓ હજુ પણ બાધીત રહેશે, જેથી તેની અસર ભારતના વિકાસ દર ઉપર થતી જણાશે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.