જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનની મિયાઓ ઝાંગને 3-2થી હરાવી હતી. ભાવિના પટેલે ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7.30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ સાથે સ્પર્ધા કરશે.અગાઉ, ભાવિના પટેલે રિયો પેરાલિમ્પિક્સ 2016 ની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના બોરીસ્લાવા પેરીક રેન્કોવિચને સીધી ગેમમાં 3-0 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલેલી મેચમાં રાન્કોવિચને 11-5, 11-6, 11-7 થી હરાવી હતી.

આ પણ વાંચો – સનરાઈઝર્સ હૈદરાબાદનો સંદીપ શર્મા તેેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન સંબધથી જોડાયો

ભાવિના પટેલે ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. ત્યારે મહેસાણામાં ભાવિના પટેલના ઘરે ખુશીનો માહોલ છવાયો છે. તેમના માતાપિતા તથા સ્નેહીઓએ મીઠાઈ ખવડાવીને ભાવિનાની આ ખુશીને સેલિબ્રેટ કરી હતી. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. તેની આ સફળતાથી તેના નાનકડા એવા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. માતા નિરંજનાબહેન અને પિતા હસમુખભાઈની ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ મીઠાઈ ખવડાવીને દીકરીને વધાવી હતી.

ભાવિનાની સફળતા વિશે માતા નિરંજનાબેને કહ્યું કે, ઘણી ખુશી થઈ છે, આજે મારી ખુશીનો પાર નથી. તેનુ સપનુ હતુ કે હું મારી રમતમાં આગળ વધુ અને ગોલ્ડ મેડલ સુધી પહોંચી. આજે ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છે. તો પિતા હસમુખભાઈએ કહ્યું કે, અમારા ગામમાં ખુશીથી ફટાક્યા ફૂટ્યા છે. અમને આશા છે કે મારી દીકરી ગોલ્ડ લઈને આવશે. રાતદિવસ મહેનત કરીને તેને અમે અહી સુધી પહોંચાડી છે. સવારે ચાર વાગ્યે હુ તેની સાથે ઉઠીને પ્રેક્ટિસ કરાવતો હતો. તેથી તે ચોક્કસથી દેશ માટે ગોલ્ડ લાવશે.

Contribute Your Support by Sharing this News: