રેલ્વે બોર્ડે એ આદેશમાં જણાવ્યુ છે કે ઉપનિવેશકાળ થી ચાલી આવતી ખલાસી પદોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ખલાસીની ભરતી નહી કરાય, સાથે 1 જુલાઈ 2020 થી આ પદો પર કરવામાં આવેલ નીયુક્તિની પણ સમીક્ષા કરવામાં આવશે.

ભારતીય રેલ્વએ જણાવ્યુ કે ઉપનિવેશ કાળથી ચાલતી આવતી પ્રક્રિયાને સરકાર સમાપ્ત કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે ખલાસીની જગ્યાઓ પર ભરતી થશે નહીં.

રેલ્વે બોર્ડના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, ટેલિફોન એટેન્ડ-કમ-પોસ્ટલ ખલાસી (ટી.એ.ડી.કે.) ની નિમણૂકો વિશે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

ટી.એ.ડી.એ.કે ને બંગાળમાં પ્યુન (પટાવાળા) તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં, ખલાસી અને પ્યુન(પટાવાળા)ની નીયુક્તિ વરિષ્ઠ રેલવે અધિકારીઓના નિવાસ સ્થાને કરવામાં આવે છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટી.એ.ડી.કે.ની નિમણૂંકને લગતી બાબત રેલવે બોર્ડમાં સમીક્ષા હેઠળ છે, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલમાં ટી.એ.ડી.કે. માટે કોઈ નવી ભરતી ન થવી જોઇએ કે તાત્કાલિક નિમણૂક થવી જોઈએ નહી.

આ સિવાય 1 જુલાઇ, 2020 થી આવી નિમણૂકોને મંજૂરી આપવામાં આવેલા કેસોની સમીક્ષા કરાશે અને તેની સ્થિતિ બોર્ડને જણાવવામાં આવશે,” ઓર્ડરમાં જણાવ્યું છે. તમામ રેલ્વે મથકોમાં આનું કડક પાલન થવું જોઈએ. ‘

અગાઉ કેન્દ્ર સરકાર લશ્કરી એન્જિનિયરિંગ સર્વિસિસ (એમઈએસ) માં 9,304 પોસ્ટ્સ સમાપ્ત કરી ચૂકી છે. આ જાહેરાત 7 મેના રોજ કરવામાં આવી હતી.

આ નિર્ણય સંરક્ષણ મંત્રાલયે લેફ્ટનન્ટ જનરલ ડી.બી.ની ભલામણો અનુસાર લેવામાં આવ્યો છે.

.

Contribute Your Support by Sharing this News: