ગરવી તાકાત, નવીદિલ્હી
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર કોરિયાના 72 માં સ્થાપના દિવસ પર અભિનંદન સંદેશ મોકલ્યો છે રાષ્ટ્રપતિ કોવિંદે આ પત્ર કિમ જાેંગ ઉનને લખ્યો છે.આ પત્રને ભારતના ઉત્તર કોરિયામાં રાજદુત અતુલ એમ. ગોતસર્વેએ ઉત્તર કોરિયાના ઉપ વિદેશ મંત્રીને સોંપ્યો હતો.આ પહેલા ભારતે રાજદુતને કિમ જાેંગ ઉનને અભિનંદન સંદેશ આપ્યો જે દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો ભારતીય રાજદુતના સંદેશને ફકત ઉતર કોરિયાના સરકારી અખબારોમાં જગ્યા મળી હતી એટલું જ નહીં પરંતુ ટીવી પર પણ તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – ચીને ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં પણ ઘોસણખોરી કરી હતી
દુનિયાથી કપાયેલા ઉત્તર કોરિયામાં આવુ ખુબ ઓછી વાર થાય છે કે કોઇ વિદેશી રાજદ્વારીના સંદેશને આટલું મહત્વ આપવામાં આવ્યું હોય.કહેવાય છે કે ઉતર કોરિયાની સરકારી ટીવી ચેનલ નેશનલ ટેલીવીઝન ઓફ નોર્થ કોરિયા પર પ્રાઇમ ટાઇમમાં ફકત ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલું જ નહીં ભારતીય રાજદુતનો સંદેશ પણ વાંચવામાં આવ્યો જેમાં ભારતીય રાજદુત અતુલ એમ ગોતસર્વેએ કિમ જાેંગ ઉનને માર્શલ બનાવવાના 8 વર્ષ પુરા થવા પર તેમને અભિનંદન સંદેશ મોકલ્યો હતો આ સાથે જ ફુલોનો ગુલદસ્તો મોકલવામાં આવ્યો હતો તેના પર કિંગ જાેંગ ઉનના સ્વસ્થ રહેવાની કામના કરવામાં આવી હતી.
આ પણ વાંચો – નેપાળનો વધુ એક વિવાદીત દાવો, ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારને પોતાનો ગણાવ્યો
એટલુ જ નહીં ભારતીય રાજદુતના અભિનંદન સંદેશને ઉતર કોરિયાના સરકારી અખબાર રોડોંગ સિનમુમનાં પણ પ્રમુખતાથી પ્રકાશિત કરવામાં આવ્યો આ અખબાર ઉતર કોરિયાના સત્તાવાર દ્ષ્ટિકોણને દર્શાવે છે એ યાદ રહે કે કોરિયાઇ પ્રાયટાપુમાં શાંતિની સ્થાપના માટે ભારતે લાંબા સમયથી ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે કોરિયાઇ યુધ્ધના સમયે ભારતની એમ્બ્યુલન્સ યુનિટને 2 લાખ 20 હજાર લોકોની સારવાર કરી હતી.આ પહેલા ભારતે કોરોના વાયરસના કહેરને જાેતા નોર્થ કોરિયાને 10 લાખ ડોલરકની મેડિકલ સહાયતા મોકલી હતી.