દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ બુધવારે કહ્યું હતું કે ભારત બાયોટેકે દિલ્હી સરકારને જાણ કરી દીધી છે કે તે રાષ્ટ્રીય રાજધાનીને કોવેક્સિનનો ‘વધારાનો’ ડોઝ આપી શકશે નહી.
સીસોદીયાએ કહ્યું કે દિલ્હીમાં કોવેક્સિનનો સ્ટોક પૂરો થઈ ગયો છે. જેના પરિણામે, 17 શાળાઓમાં સ્થાપિત કરવામાં આવેલ 100 રસીકરણ કેન્દ્રોને બંધ કરવાની ફરજ પડી છે. “કોવેક્સિનની ઉત્પાદક કંપનીએ તેમને એક પત્રમાં જણાવ્યુ છે કે, અનઉપલબ્ધતાને કારણે દિલ્હીને રસીના ડોઝ પ્રદાન નહી કરવી શકે. તેનો મતલબ એ છે કે કેન્દ્ર સરકાર રસીઓના સપ્લાય પર નિયંત્રણ રાખી રહી છે. ‘
સીસોદીયાએ એમ પણ કહ્યુ હતુ કે, તેમને કેન્દ્ર સરકારને વિનંતી કરતા કહ્યુ હતુ કે, વિશ્વબજારમાં ઉપલબ્ધ રસીઓને ભારતમાં લાવવી જોઈયે.કેન્દ્રએ વેક્સિનનુ એક્સપોર્ટ અટકાવવુ જોઇએ અને રસી ઉત્પાદકોના ફોર્મુલા દેશની અન્ય કંપનીઓ સાથે મોટા પાયે ઉત્પાદન વધારવા શેર કરવા જોઈયે.આપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે. વિદેશમાં 6.6 કરોડ ડોઝ એક્સપોર્ટ કરવાએ મોટામાં મોટી ભુલ હતી. અત્યારે આપણા દેશવાસીઓ જ રસીઓ માટે વલખા મારી રહ્યા છે.