વિસનગર તાલુકામાં એક જ રાત્રિમાં બે અલગ-અલગ ખેતરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી…

March 27, 2026

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકામાં એક જ રાત્રિમાં બે અલગ-અલગ ખેતરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી તસ્કરોએ કુલ ₹1.36 લાખથી વધુની મત્તાની ચોરી કરી જેમાં મગરોડા ગામમાંથી ₹96,000ના એરંડા અને રંગાકુંઈ ગામની સીમમાંથી બે ખેતરોમાંથી ₹40,500ના ખેતીના સાધનોનો સમાવેશ થાય પોલીસે બંને કિસ્સામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મગરોડા ગામના ભગાભાના વાસમાં રહેતા 50 વર્ષીય ખેડૂત ઇશ્વરભાઇ હરીભાઈ ચૌધરીએ આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ‘બોરીના વાંટા’ ખેતરે ગયા હતા અને એરંડાની માળો ઉતારીને ખળામાં જમીન પર પાથરી બીજા દિવસે સવારે ખેતરે પહોંચતા જમીન પર પાથરેલા એરંડા ગાયબ જણાયા.

Mehsana : Visnagar Pregnant woman murder Case મામલે મોટો ખુલાસો, પતિએ જ  બોથડ પર્દાથના ઘા ઝીંકી કરી હતી હત્યા

ઇશ્વરભાઈએ આસપાસ તપાસ કરતા એરંડા રાખ્યા હતા તે જગ્યા નજીક જમીન પર ટ્રેક્ટરના ટાયરના નિશાન જોવા મળ્યા આના પરથી તસ્કરો ટ્રેક્ટર લઈને આવ્યા હશે અને 80 મણ (અંદાજે ₹96,000 કિંમતના) એરંડા ભરીને ફરાર થઈ ગયા હોવાનું અનુમાન અન્ય એક ઘટનામાં, રંગાકુંઈ ગામના સુરેશભાઈ સોમાભાઈ ચૌધરીના વિસનગર-વિજાપુર હાઇવે પર આવેલા ‘વેસલાદરી’ વાંટાના ખેતરમાં ચોરી થઈ ગત સોમવારે સાંજે તેઓ મંદિરે દીવાબતી કરીને ઘરે ગયા બીજા દિવસે સવારે ખેતરે પરત ફરતા બોરની ઓરડીનું તાળું તૂટેલું જણાયું.

જામનગરમાં નિવૃત્ત આર્મીમેનનાં બંધ મકાનમાંથી 18.56 લાખની ચોરી : પરિવાર વતન  ગયો ત્યારે તસ્કરોએ હાથફેરો કર્યો - Azad Sandesh | Gujarati News - News  Headlines - Sandhya ...

તપાસ કરતા અંદરથી કોપ્ટનનો પંપ અને અન્ય પરચુરણ સામાન ગાયબ સુરેશભાઈએ આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ખેતર નજીક આવેલા સંજયભાઈ જીવણભાઈ ચૌધરીના ખેતરમાં પણ ચોરી થઈ તસ્કરો ત્યાંથી 20 મીટર બોરનો કેબલ, સ્ટાર્ટરનો સામાન, વેલ્ડિંગ મશીન અને ખેતીના ઓજારો ચોરી ગયા આ બંને ખેતરોમાંથી કુલ ₹40,500ની મત્તાની ચોરી થઈ આ ઘટનાઓ અંગે સુરેશભાઈ ચૌધરી અને ઇશ્વરભાઇ ચૌધરીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0