પાલનપુરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ પટ્ટણી સાંજના સમયે પોતાના ઘરે જતાં તેમને સલેમપુરા વિસ્તારનો અસામાજિક તત્ત્વ શખ્સે રોકીને કહેવા લાગ્યો કે સલેમપુરા વિસ્તારમાં જ રહેવું હોય તો ખંડણી આપવી પડશે હજાર રૂપિયા નહીં આપો તો બધાનું રોજ આવું થશે તેમ ધમકાવી અને બાઈક ઉપર આવીને પ્રવીણભાઈ ઉપર તલવારના ઘા ઝીંક્યા હતા ત્યારે પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડયા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
સમી સાંજે ગરીબ યુવક પાસે પૈસા માંગી તલવારથી હુમલો કરાતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસ દ્રારા લુખ્ખા તત્ત્વો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.