મેવડ મુકામે ખોડીયારનગર મહિલા દૂધ મંડળીના નવીન મકાનનું  ઉદ્ઘાટન તથા સ્વ. ગણેશભાઈ ગોવિંદભાઇ ચૌધરી માર્ગ નું અનાવરણ.

શેર કરવા અહીં ક્લિક કરો.

       મહેસાણા તાલુકાના મેવડ ગામે ખોડીયારનગર મહિલા દૂધ મંડળીના નવીન મકાનનું  ઉદ્ઘાટન તથા સ્વ. ગણેશભાઈ ગોવિંદભાઇ ચૌધરી માર્ગ નું અનાવરણ નો કાર્યક્રમ તા.૨૦.૫.૧૯ને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાઈ ગયો.આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી વિપુલભાઈ ચૌધરી, મકાન ના ઉદ્દઘાટક તરીકે દૂધસાગર ડેરીના અધ્યક્ષા શ્રીમતી આશાબેન ઠાકોર,અને નવીન માર્ગ ના અનાવરણ માટે બેચરાજી ના ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીખે દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ શ્રી મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ નિયામક ખેતીવાડી શ્રી ડો.શિવરામભાઈ ચૌધરી, અતિથિ

 વિશેષ તરીકે દૂધસાગર ડેરીના ડિરેકટર શ્રી નાનજીભાઈ ચૌધરી,ડેરીનાપુર્વ ડિરેકટર શ્રી ખેંગરભાઈ દેસાઇ , ખોડિયાર નગર મહિલા મંડળી ના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન દિનેશભાઇ ચૌધરી તથા કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા  ખોડિયાર નગર મહિલા મંડળીની સ્થાપના શ્રી જયંતીભાઈ શંકરભાઇ ચૌધરી ઘ્વારા તા.૧૨.૦૯.૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી.મંડળી નું શરૂઆતનું દૈનિક દૂધ ૨૫૦ લિ હતુંજે અત્યારે દૈનિક ૮૦૦ લિટર છે.મંડળીનો ઓડિટ વર્ગ “બ” છે.મેવડ ગામની વસ્તી ૨૨૦૦ ની છે જેમાં ૩૮૦ કુટુંબો નો સમાવેશ થાય છે.દૂધ ઉત્પાદકો ઘ્વારા વર્ષ ૧૮-૧૯ માં રૂપિયા ભેંસનું  ૪૯,૪૦,૬૨૯-૦૦નું કુલ ૧,૨૪,૧૨૬ લી દૂધ તથા ગાય નું રૂપિયા ૨૪,૩૬,૭૨૪ નું ૯૩,૦૨૪ લી દૂધ ભરાવવામાં આવ્યું છે.ગામના કુલ પશુ ૨૦૦૭ છે જેમાં ૧૭૦૦ ભેંસ,૩૦૦ ગાય અને ૩ બળદ છે.વર્ષ ૧૮-૧૯ માં શ્રીમતી બબીબેન ઇશ્વર ભાઈ ચૌધરી એ ગાયનું ૪.૮૪,૯૪૨ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે તથા ચૌધરી બબીબેન જેઠાભાઇ એ ભેંસ નું ૨,૭૨,૮૫૬ રૂપિયાનું દૂ

ધ ભરાવ્યું છે.આ કાર્યક્રમ માં  વડનગર ના સહકારી આગેવાન રણજીતસિંહ ઠાકોર, દૂધસાગર ડેરી/ દુરડાના ડિરેક્ટરો શ્રી ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ,વાઘુભાઈ દેસાઈ,નવીનભાઈ પટેલ, રામજીભાઈ દેસાઈ, મોંઘજીભાઈ પટેલ(વાવ ) ,ગણેશભાઈ માધાભાઈ દેસાઈ,હસમુખભાઈ ચૌધરી, અને સોમભાઈ રાયકા,શામજીભાઈ ગોકળગઢ,બેચારભાઈ ચૌધરી,જિલ્લા ડેલીગેટ હસમુખભાઈ તથા વિશાળ સંખ્યા માં દુધઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ના ભોજન ના દાતા વિષ્ણુભાઈ માનસિંહભાઈ ચૌધરી હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.