ગરવીતાકાત,અરવલ્લી(તારીખ:૨૫)

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કિશનગઢના સબસેન્ટરની “સ્માર્ટ સ્કૂલ ચુનાખાણ” ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી, તાલુકા આરોગ્ય અધિકારી ભિલોડાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફીસર પ્રા. આ. કેન્દ્ર કિશનગઢ તથા ટીમ દ્વારા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ તા.૨૫/૧૧/૨૦૧૯ ને સોમવારે રાખવામાં આવ્યો હતો. આ સમારોહ માનનીય ધારાસભ્ય, ભિલોડા ડૉ. અનિલભાઈ જોષીયારા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. ડો.નેહાબેન  એ શાળા આરોગ્ય કાર્યક્રમ ની સમજ આપી હતી.આ તબક્કે ડો.જોષીયારા સાહેબે  આરોગ્ય ની માહીતી અને માર્ગદર્શન આપ્યું હતું. અને એક પણ બાળક આ સેવા થી વંચિત ન રહી જાય તે બાબતે ભારપૂર્વક જણાવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયકુમાર બારોટએ કર્યું હતું.