ગરવીતાકાત,નડિયાદ: વાહન વ્યવહારના નવા નિયમથી નડિયાદ આરટીઓ કચેરી ખાતે ભારે જનમેદની ઉમટી. નવા કાયદા હેઠળ રાજ્યમાં નવા દંડની  અમલવારી શરુ થઇ ગઈ છે તેને લીધે નવા લાયસન્સ ,આરસીબુક  જેવી અનેક કામગીરી માટે નડિયાદ આરટીઓ કચેરી ખાતે પ્રજાની ભીડ ખુબ દેખાઈ આવે છે. નવા કાયદા પહેલા 50 થી 60 લાયસન્સ માટે પ્રજા આવતી હતી જે આજે વધીને 170 ની આસપાસ પહોંચી ગઈ છે જેની લીધે  પ્રજાને બહુજ જ તકલીફ્નો સામનો કરી રહી છે અને અપૂરતા સ્ટાફને કારણે કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે. આરટીઓના કામકાજને લઈને લોકો સવારના 9 વાગ્યાથી કચેરી ખાતે લાઈનમાં ઉભા રહે છે પરંતુ કર્મચારીઓ સવારે 11 વાગ્યા ની આસપાસ જ આવે છે અને રીસેશ સમયે પણ સમયાનુસાર કામ પરન આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે કોમ્પ્યુટર ની ઓનલાઇન પરીક્ષા આપવા માટે ફક્ત ચાર કે પાંચ જ કોમ્પ્યુટર હોવાથી લોકોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે અને જયારે કદાચ નંબર આવે તો કચેરીનો સમય પૂર્ણ થઇ જાય છે આમ લોકોની માંગણી છે પરીક્ષા માટે કોમ્પ્યુટરની સંખ્યા વધારવામાં આવે તેમજ  બેસવા માટે બાંકડા કે ખુરશી વૈકિલ્પક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગણી કરી રહ્યા છે ગામડાઓમાંથી આવતા લોકોને ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી ન હોવાથી લાયન્સ માટે 4 થી 5 વખત નડિયાદ ના ધક્કા ખાવા પડે છે અને ત્યારબાદ લોકોને  એજન્ટો પાસે જઈને વધુ નાણાં ખર્ચ કરવો પડે છે.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: