સરકારી ઓફિસોમાં બાબુઓ કામ નથી તેવી ફરિયાદો આજકાલની નથી, જૂની છે. લોકોના કામની ફાઈલો વધતી જાય છે, છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી
55 વર્ષથી ઉપરના નિષ્ક્રીય અધિકારીઓની હકાલપટ્ટી કરાશે. તેઓને જલ્દી જ નોકરીમાઁથી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર કરાશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 03 – સરકારી ઓફિસોમાં બાબુઓ કામ નથી તેવી ફરિયાદો આજકાલની નથી, જૂની છે. લોકોના કામની ફાઈલો વધતી જાય છે, છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આવામાં હવે સરકાર આવા સરકારી બાબુઓ પર લગામ લગાવવાનું વિચારી રહી છે. ગુજરાતના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ-1 અને ક્લાસ-2 ના 55 વર્ષથી ઉપરના નિષ્ક્રીય અધિકારીઓની હકાલપટ્ટી કરાશે. તેઓને જલ્દી જ નોકરીમાઁથી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર કરાશે.
આ માટે સામાન્ય વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના બહાર આવતા જ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારે નક્કી કર્યું છેકે, 50 થી 55 વર્ષની વયે આવા અધિકારીઓને સેવા નિવૃત્ત કરવાની સત્તા મળી છે. તેથી અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે તેવી સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કર્મચારીની સેવાઓની સમીક્ષાના આધારે સરકાર પાસે નિર્ણય લેવાની સત્તા છે.
આ સમીક્ષા સમયે કર્મચારીની સમગ્ર અને કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે. સાથે જ જો સરકારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેને સરકાર સામેથી જ નિવૃત્ત કરી શકશે. સાથે જ જો કર્મચારી સરકારી ઓફિસ માટે બિનઅસરકાર જણાશે તેને પણ નિવૃત્તિ આપી દેવાશે. તેમાં એક જોગવાઈ એવી છે કે, સામાન્ય રીતે બિનઅસરકારકતાના આધારે નિવૃત્ત કરી શકાય તેવુ નથી. તેથી આવા કેસમાં એક વર્ષના સમયગાળામાં વિચારણા કર્યા બાદ જ નિવૃત્તિ આપવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેથી સરકારી કર્મચારીઓને પોતાની યોગ્યતા દાખવવી પડશે, નહિ તો સરકાર ગમે ત્યારે હાંકી કાઢશે. પોતાનુ પદ અને નોકરી ચાલુ રાખવી હોય તો કામ કરવુ પડશે. સરકારી કર્મચારીઓની ત્રિમાસિક કવાયત ક્યારેય કરવી તે પણ નક્કી કરાયું છે. આ માટે એક રજિસ્ટર તૈયાર કરીને જે તે વિભાગ કે સંવર્ગના વરિષ્ઠ અધિકારી દ્વારા તેની શિડ્યુલ મુજબ કર્મચારીઓની નિવૃત્તિ કે પ્રિમેચ્યોર નિવૃત્તિની તપાસ અને સમીક્ષા કરાશે.
પોલીસ ખાતા નાં કર્મચારીઓ ને બાકાત રાખવા જોઈએ. તેની કામગીરી નું મૂલ્યાંકન ક્યાં આધારે કરશો ? તેમની પાસે નાં પેંડિંગ કેસો અને અરજીઓ પર થી ? પરંતુ તેઓ સતત વિવિધ પ્રકાર માં બંદોબસ્ત માં રોકાયેલા હોય મોટા ભાગ નો સમય બંદોબસ્ત કરવામાં જતો રહે. તેમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, રાયોટિંગ, બે વ્યક્તિ કે બે સમાજ નાં ઝઘડા નાં બંદોબસ્ત માં તથા ચૂંટણી બંદો.માં જ સમય જાય છે. ઉલટાનું તેની ક્ષમતા કરતા વધુ કામગીરી કરવા ની થતી હોય છે. આ ઉપરાંત નાઈટ રાઉન્ડ અઠવાડિયા માં બે અને બે પરેડ કરવાની. કોર્ટ મુદત માં સ્થાનિક અને બહાર ગામ જવાનું બને તે અલગ. જ્યારે સરકાર દ્વારા આયોજિત ઇવેન્ટ માં બે થી લઈ 5 દિવસ બંદો માં બહાર જવાનું બને, ધાર્મિક તહેવાર અંબાજી નો મેળો શિવરાત્રી, પરિક્રમા રથયાત્રા વિગેરે માં પણ પોલીસ રોકાયેલ હોય છે તેમાં નિષ્કાળજી ક્યાં આવી. પોતાનું પેપર ને લગતી કામગીરી સમય મર્યાદામાં નાં થઈ શકે તે સ્વાભાવિક છે. જ્યારે કોઈ મર્ડર ની તપાસ આવી જાય અને તે અનડીટેક્ટ હોય તો 10 દિવસ ઓછામાં ઓછાં એક તપાસ માં જ ખર્ચાય જાય. આ ઉપરાંત પોતાના પરિવારજનો નાં માંદગી સબબ અને માંગલિક કાર્યો માં કે ખુદ પોતાની બીમારી સબબ રજા પર રહેવું પડતું હોય છે. હા તેને નોકરી માંથી કાઢી નાખવું એક જ માપદંડ બચે છે જી તે સરકાર ની તરફેણ માં નાં હોય તો.