ગરવી તાકાત સતલાસણા : સતલાસણા તાલુકાના વાવ ગામે ધરોઇ રોડ પર આવેલી ગૌરવ રેસીડેન્સી સોસાયટીમાં તસ્કરોએ 3 મકાનનાં તાળાં તોડ્યા. જેમાં સ્કૂલ સંચાલકના મકાનમાંથી રૂ.20 હજારની રોકડ મળી રૂ.21 હજારની મત્તા ચોરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ.
વાવના ધરોઇ રોડ પર ગૌરવ રેસીડેન્સીમાં રહેતા દિલીપકુમાર પોપટભાઈ પટેલ ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે. ગઈ 23 જુલાઈએ તેઓ પરિવાર સાથે મકાન બંધ કરી વતનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા. ત્યારે તેમના પડોશીનો ફોન આવ્યો હતો
કે તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલું છે. દિલીપકુમારે પરત આવીને જોતાં મકાનમાં તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો તેમજ પલંગ નીચે મુકેલા રૂ.20 હજાર રોકડા, 2 સ્કૂલબેગ અને 1 ઈસ્ત્રી સહિતનો સામાન ચોરી થયો હોવાનું જણાયું. દિલીપ પટેલે સતલાસણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી.