વડોદરામાં ટુથપેસ્ટના ખાલી બોક્ષની આડમાં લઇ જવાતા ૨.૬૦ લાખનો દારૂ ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં દારૂ બંધીનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસથી બચવા માટે બુટલેગર પણ જુદા-જુદા કિમિયા અજમાવી રહ્યા છે.જાેકે પોલીસની નજરમાં બચવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે, હરિયાણા પાસિંગના એક કન્ટેનરમાં ટુથેસ્ટના ખાલી બોક્ષની આડમાં દારૂ લઇ જવાઇ રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હોલાલ-વડોદરા રોડ પર શંકાસ્પદ કન્ટેનરને ઝડપી લીધું હતું

કન્ટેન્ટરમાં તપાસ કરતા ટુથપેસ્ટના ખાલી બોક્ષની આડમાં લઇ જવાતો ૨ લાખ ૬૦ હજારની કિંમતનો ૧૦૨૦ બોટલ દારૂ ઝડપાઇ ગયો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર મોહનસિંગ ભુરીસિંગ જાટેભ (રહે. કલવારી ગામ, જીલ્લો અલવર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂ કોણે ભારવ્યો અને કોને ડિલિવર કરવાનો હતો તે અંગેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. પોલીસે ૨ લાખ ૬૦ હજારના દારૂ સહિત ૬ લાખના ખાલી વેપર બોક્ષ અને ટ્રક મળી ૧૯ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.