ગરવીતાકાત,સુરત: સુરત પાસેના માંડવીના ઉટેવા ગામે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. ઉટેવા ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે. આ શિક્ષકે એક નહિ, પણ પ્રાથમિક સ્કૂલની 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી છે. જેનો ભાંડો ફૂટ્યો શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
સુરત પાસેના માંડવીના ઉટેવા ગામે શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. ઉટેવા ગામે આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે. આ શિક્ષકે એક નહિ, પણ પ્રાથમિક સ્કૂલની 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરી છે. જેનો ભાંડો ફૂટ્યો શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉટેવા ગામે પ્રાથમિક શાળા આવેલી છે.
આ શાળામાં ભણાવતા એક શિક્ષકે એક વિદ્યાર્થીનીની શારીરિક છેડતી કરી હતી. ત્યારે આ વિદ્યાર્થીનીએ પોતાના પરિવારમાં શિક્ષકની શારીરિક છેડતીની જાણ કરી હતી. જેને કારણે શિક્ષકની લંપટલીલાનો ભાંડો ફૂટ્યો હતો. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે, લંપટ શિક્ષક દ્વારા અગાઉ પણ 15 જેટલી વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરાઈ હતી.