ગરવી તાકાત,કડી
આમ આદમી પાર્ટી હવે ગુજરાત માં પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. ત્યારે હાલમાં ચલો ગાંવ કી ઔર અને યુવા જોડો કાર્યકમો કરી રહી છે. ત્યારે નંદાસણ ના ટાકિયા, ડાંગરવા, આનંદપુરા અને વડુ જેવા ગામડાઓમાં કાર્યકમ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ
દરેક ગામડાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ફરી રહ્યા છે. કડી તાલુકાના ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો કાર્યકમ અંતગર્ત આમ આદમી પાર્ટી કાર્યકરો ગામે ગામ ફરી યુવાનોને પોતાની પાર્ટી માં જોડી રહ્યાં છે. ત્યારે હાલમાં દરેક દેશની તાકાત યુવાનો અને ગામડાઓ પર નિર્ભર છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાનને વેગ આપી કડી તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે પહોંચી ને યુવાનો ને દિલ્હી મોડલ ની વાત કરી રહ્યા છે. કેવી રીતે દિલ્હી માં કેજરીવાલ સરકારે શિક્ષણ, પાણી અને રોજગારી પૂરી પાડી તે મોડલ બતાવવામાં આવે છે. આ કાર્યકમ માં જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ , તાલુકા પ્રમુખ મુકેશભાઈ પટેલ, યુવા પ્રમુખ તૃષારભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.