જેલાણા ગામે ગુરૂવારે પટેલ ભુરાભાઇ વશરામભાઇના પ્લોટ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. જેને લઇ ભારે દોડધામ મચી હતી. જોકે, ઘટનાની જાણ થતા નાયબ મામલતદાર અને ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી સુઝબુઝથી આગ ઓલવી લાખોનું નુકશાન થતુ અટકાવ્યુ છે. સુઇગામના જેલાણા ગામે ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જેને લઇ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે નાયબ મામલતદાર અને ફાયર ફાયટરની સુજબુજથી લાખોનું નુકશાન થતુ બચી ગયુ હતુ.

Contribute Your Support by Sharing this News: