બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલ પાર્લરમાં એક યુવાને અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
દુકાનમાં આત્મહત્યા કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી 
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકડાઉન બાદ હવે ધંધા રોજગારમાં છૂટછાટો મળી છે. પરંતુ ક્યાંકને ક્યાંક ધંધા રોજગાર ઉપર માઠી અસર થવાને પગલે લોકોની હાલત કફોડી બની છે. ત્યારે રાજ્યમાં આત્મહત્યાના બનાવમાં પણ જાણે વધારો નોંધાઇ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક પાર્લરમાં યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બનાવ સંદર્ભે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા ખાતે આવેલી પોસ્ટ ઓફિસની બાજુમાં પાર્લરમાં એક યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. દુકાનમાં યુવકે આત્મહત્યા કરતાં બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા તેમજ બનાવ સંદર્ભે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: