ગરવીતાકાત,અરવલ્લી: માલપુર ગામમાં કેટલાક વિસ્તારોમાં અને માલપુર-ગોધરા હાઈવેને અડીને આવેલી ગટરો જવાબદાર તંત્રએ ખુલ્લી રાખી દેતા નગરજનો અને વાહનચાલકો માટે જોખમી બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી.ત્યારે આવીજ ખુલ્લી ગટરમાં બુધવારના રોજ ગાય ખાબકતાં જ તંત્ર સામે રોષ ફેલાયો હતો ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને તાબડતોડ જેસીબી મશીન મંગાવી રેસ્ક્યુ ઓપરેશન હાથધરી ગાયને ગટરમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી ગાય ખુલ્લી ગટરમાં ખાબકતા શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

માલપુર નગરમાં ખુલ્લી ગટરોથી વધેલા જોખમથી નગરજનોમાં ડરનો માહોલ સર્જાયો છે માલપુર-ગોધરા હાઈવે માર્ગને અડીને આવેલી જોખમી ખુલ્લી ગટરો જવાબદાર તંત્ર દ્વારા તાબડતોડ ઢાંકવામાં આવેની માંગ પ્રબળ બની છે તંત્રની લાપરવાહી કોઈ નાગરિક વાહનચાલક કે પછી પશુનો ભોગ લે તો નવાઈ નહિ..?

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત બાયડ

Contribute Your Support by Sharing this News: