અન્ય સ્વામીઓ દ્વારા જાણવા મળી રહ્યુ છે કે સ્વામિએ તેમના જ સાધુ શિષ્ય સાથે એક વાર દુષ્કૃત્ય કરતા જોવા મળ્યા હતા.

મંદિરના કોઠારી ઘનશ્યામપ્રકાશ કંડારી સામે આક્ષેપ

વેદાંતવલ્લભ સ્વામીએ લગાવ્યો સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ

વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. 

વડતાલનાં સ્વામીનારાયણનાં ઘનશ્યામશાસ્ત્રીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં સંપ્રદાયનાં વધુ એક સ્વામીની કામલીલા લંપટગીરી સામે આવી છે. વડતાલ સંપ્રદાયના  કેટલાય હરિભક્તોના વોટ્સઅપ ગૃપમાં એક ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. જેના કારણે આખા સંપ્રદાયમાં ચકચાર મચી ગયો છે. આ વાયરલ ક્ર્લીપમાં રાજકોટ પાસેના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામિએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.

ધાર્મીક માણસ નિતીવાન હોય તેની કોઈ ગેરન્ટી નથી રહી

સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીએ તેમના જ શિષ્ય સાથે તેમના રૂમના બાથરૂમમાં કામલીલા કરવાના આક્ષેપ સાથેની વિડીયો,ઓડીયો ક્લીપ વાયરલ થઇ છે. એક ઓડીયો ક્લીપમાં સરધારના તત્કાલીન બે પાર્ષદ વચ્ચે ટેલિફોનીક વાતચીત ચાલે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટા સ્વામી બાથરૂમમાં શિષ્ય સાથે નિવસ્ત્ર થઇને કામલીલા કરી રહ્યા હોવાનું એક પાર્શદે પોતાની નજરે જોયુ છે. માટે આ વાત દબાવવા તેમના ઉપર ઘણાં દબાણો થયા છે. ટેલિફોનીક વાતચીતમાં સંભળાય છે કે, ગમે તેમ પણ સ્વામી આપણા ગુરૂ છે, એટલે એમની વાતો ઉઘાડી આપણાથી ના પાડી શકાય, પરંતુ તમે ગુરૂની આ વાતો જાણો છો એમ કહીને જેટલો લાભ લેવો હોય તેટલો લઇ શકો છો.

ઓડિયો ક્લીપમાં જે બે વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે તે સરધાર મંદિરના બે તત્કાલિન પાર્ષદો હોવાનું જણાવાયું છે. આ બંને ભગતો આજે તો દીક્ષા લઇને સાધુ બની ચૂક્યા છે. તથા તેંમને સરધાર સ્વામીનારાયણ મંદિર પણ છોડી દીધું છે. તથા વડતાલ સંપ્રદાય પણ ત્યજી દીધો છે.

વહેતો થયેલો આ ઓડીયો 26 મિનિટનો છે. આ ઓડીયો હાલ વડતાલનાં વૉટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો છે. જેમાં હરિભક્તો જાગો ભક્તો જાગો આવા કેપ્શન સાથે એક મેસેજ વાયરલ કર્યો છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા હજારો હરિભક્તોની આસ્થા ઉપર ચોટ થઈ છે. આ સાથે હરિભક્તો આવા લંપટ સાધુઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી હાંકી કાઢી શખ્ત સજા કરાવવાની ચળવળ ઉભી કરી છે.

Contribute Your Support by Sharing this News: