રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા સરકાર કાયદો ઘડવાના મૂડમાં, વિવિધ માલધારી સંગઠનો સાથે કરશે વાતચીત

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે. રાજ્યના મોટા શહેરોમાં રખડતા ઢોરને લીધે અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વકરી છે. આ તમામ બાબતોને જોતા સરકાર ચિંતિત બની છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર અલાયદો કાયદો ઘડવાના મૂડમાં છે

નપા અને મનપા વિસ્તારમાં રખડતા ઢોરો હટાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા છતાં આ સમસ્યા જેમની તેમ છે. રાજ્યમાં પશુપાલન પર નભતા કુટુંબોની સંખ્યા ઘણી મોટી છે. મોટી સંખ્યામાં માલધારીઓ મોટા શહેરોની વચ્ચે રહે છે. જેથી ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓનો રસ્તા પર અડીંગો રહે છે

રસ્તા પર રખડતા ઢોર ઘણા કિસ્સાઓમાં નિર્દોષ લોકોનો જીવ પણ લે છે. આવી ઘટનાઓ રાજ્યમાં સતત વધી રહી છે. ત્યારે આ સમસ્યા એટલી હદે વકરી છે કે છેક સરકાર સુધી આ મામલે રજૂઆતો પહોંચી છે. જેને પરિણામે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિચારી રહી છે

ત્યારે રાજ્યમાં રખડતા ઢોરની આ સમસ્યાને નિવારવા આગામી સમયમાં સરકાર રાજ્યના વિવિધ માલધારી સંગઠનો સાથે વાચતીચ કરી તેમના અભિપ્રાય લેશે. આ સિવાય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આગામી વિધાનસભા સત્રમાં સરકાર આ મામલે કાયદો પણ લાવી શકે છે.

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.