પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ના સિન્ડિકેટ મેમ્બર સ્નેહલભાઈ પટેલ એ લોકડાઉન સમયમાં મેઘા પેન્ટિંગ કોમ્પિટિશન નું આયોજન કર્યું હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું આ કોમ્પિટિશનના ઉચ્ચતર અને વ્યવસાયિક વિભાગ માં “આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ની લોકઉપયોગી સરકારી યોજનાઓ” વિષય માં પાટણ ના સામાજિક અને રાજકીય કાર્યકર અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા એ દોરેલ ચિત્રને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે બદલ સંકલ્પ સંસ્થા રાજેન્દ્ર હિરવાણીયા ને અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મેઘા પેન્ટિંગ કોમ્પિટિશન નું ખૂબ સુંદર આયોજન કરવા બદલ સ્નેહલભાઈ પટેલ અને આયોજક ટીમને ખુબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરે છે એમ ભરત એન.સોલંકી મહામંત્રી, સંકલ્પ સંસ્થા, પાટણે જણાવ્યું