માણસામાં યુવાને ખાટલા નીચેથી કુહાડી કાઢીને સુતેલા સાથી મજૂરને ઊંઘમાં જ પતાવી દીધો

શેર કરવા અહીં ક્લિક કરો.

— હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ

— પિતાની હત્યાનો બદલો લીધો

ગરવી તાકાત ગાંધીનગર: ગાંધીનગર માણસા તાલુકાના પરબતપૂરા ગામની સીમમાં આવેલા ગોકુળ કોલ્ડ સ્ટોરેજ પાસે મજૂરો રાત્રીના સમયે લાઈનસર સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના એક મજૂરે પિતાની હત્યાનો બદલો લેવા બીજા મજૂરની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ જતાં માણસા પોલીસે ગુનો નોંધી ફરાર મજૂરની શોધખોળ હાથ ધરી છે.

— એકવાર કુહાડી ઉગામી પરત આવી જાય છે: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગોકુળ કોલ્ડ સ્ટોરેજ ઘેધુ ચોકડી પાસે રાત્રીના સમયે દસ જેટલા મજૂરો લાઈનસર સૂઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના 3.30 વાગ્યાની આસપાસ એક મજૂર ઉઠી જાય છે અને આમતેમ નજર ફેરવીને પોતાની ચટ્ટાઈ નીચે સંતાડેલી કુહાડી ઉઠાવીને બિલ્લી

 પગે થોડીક જ દૂર સૂતા મજૂર તરફ જાય છે. અહીં સહેજ રોકાઈને કુહાડીનો ઘા કરવા હાથ પર ઉગામે છે, પણ કોઈ કારણોસર તે પાછો પોતાની જગ્યાએ આવી જાય છે.

— બીજીવાર એક ઘામાં જ બે કટકા કરી નાખે છે: સહેજ વાર પછી પાછો આ મજૂર સુતેલા મજૂર પાસે કુહાડી લઈને પહોંચી જાય છે. અને ગાઢ નિંદ્રામાં સુતેલા મજૂર પર કુહાડી વડે હુમલો કરીને નાસી જાય છે. એટલામાં એક મજૂર ઉઠી જતાં બૂમરાણ મચી જવા પામે છે. આ બનાવના પગલે કોલ્ડ સ્ટોરેજનો સંચાલક પણ ઘટના સ્થળે દોડી આવે છે. અને સ્થાનિક પોલીસને સતત બોલાવે છે. પરંતુ પોલીસ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચે છે.

— પિતાની હત્યાનો બદલો:  આ અંગે માણસા પોલીસનાં જણાવ્યા અનુસાર, મૃતક અને હત્યારો બંને બિહારના વતની હતા. મૃતક બેચન ઋષિનાં ભાઈ દિલીપની પૂછતાંછ કરતાં જાણવા મળ્યું છે કે, વર્ષ 2008માં ભૂખરૂ ઋષિ સાથે દિલીપ સંજય અને તેનો ભાઈ બેચન હરિયાણા ખાતે મજૂરી અર્થે ગયા હતા. જ્યાં ભૂખરૂ ઋષિની હત્યા થઈ હતી. જેમાં ત્રણેય જણાના નામ ખુલ્યા હતા અને દિલીપને નવ વર્ષની સજા પણ થઇ હતી. વીસેક દિવસથી બિહારના ચંપાવતી જિલ્લાના સીહુંલી ગામથી ઉક્ત કોલ્ડ સ્ટોરેજમાં મજૂરી અર્થે બધા આવ્યા હતા. જેમાં ભૂખરૂ ઋષિનો દીકરો મિથુન પણ આવ્યો હતો અને પિતાની હત્યાની અદાવત રાખી ગઈ રાત્રે મિથુને કુહાડી વડે બેચન ટુપન ચંદુ ઋષિની હત્યા કરી દીધી હતી.

— પોલીસે હત્યારાને ઝડપી લીધો : માણસા પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને વહેલી સવારથી આસપાસના ખેતરો તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી. જેનાં પગલે હાલમાં હત્યારો પકડાઈ ચૂક્યો છે. જેનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી વિધિવત રીતે ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરવામાં આવશે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.