કડી માં ICICI બેંક ના એ.ટી.એમ માં શિક્ષિકા પૈસા ઉપાડવા ગયા અને બે ઈસમો છેતરપિંડી કરીને ભાગી ગયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— કડી ડી.જે હાઈસ્કૂલના શિક્ષિકા સાથે રૂપિયા 50,074/- ની છેતરપિંડી :

ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ ડી.જે હાઈસ્કૂલમાં નોકરી કરતા તેજલ દલસિંગભાઇ ચૌધરી રહે .રાજ રેસીડેન્સી સંતરામ સિટી ની બાજુમાં નાની કડી જે ડી.જે સ્કૂલ માં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને તેમને પૈસાની જરૂર હોવાને કારણે તે પૈસા ઉપાડવા માટે સ્કુલની સામે આવેલ ICICI બેંક ના એ.ટી.એમ મશીન માં પૈસા ઉપાડવા ગયેલા અને એ.ટી.એમ મશીન ની અંદર નાખતા પૈસા બહાર ના નીકળતા તેમની પાછળ ઉભેલા બે વ્યક્તિઓ કહેલ કે લાવો હું પૈસા કાઢી આપું તેવું કહેતા
તેમને વિશ્વાસ થી પોતાનું એ.ટી.એમ કાર્ડ આપતા અને તે ઈસમો એ મશીન ની અંદર કાર્ડ નાખતા ત્યાર બાદ પિન નંબર નાખવા કહેલ અને ત્યાર બાદ પૈસા બહાર ના નીકળતા તેમને પાછળ ની બાજુ માં આવેલ વાયર તથા નેટવર્ક નો પ્રોબ્લમ કાઢી ને અને એ.ટી.એમ કાર્ડ મશીન માં ફસાઈ ગયું છે તેવુ અનેક બહાના કાઢી ને તે ઈસમો એ બીજા અન્ય વ્યકિત સાથે વાત કરી ને કહેલ કે બેંક ના કર્મચારી જોડે વાત થઈ ગઇ છે તે કર્મચારી બપોરના 2:30 વાગ્યે આવી ને કાઢી જશે તેમ કહીને તે લોકો નાની કડી તરફ ભાગી ગયા હતા.
બેંક ની બહાર ઊભા રહેતા થોડાક સમયમાં મોબાઇલ માં પૈસા ટ્રાન્જેક્શન નો મેસેજ આવતા ત્રણ વખત 10,024/- અને બે વખત 10,000/- રૂપિયા તેમ કુલ મળીને 50,074/- રૂપિયા કોઈ ઈસમોએ એકાઉન્ટ માંથી કાઢી લીધેલ એવો મેસેજ આવતા તેઓ બેંક ઓફ બરોડા ખાતે પહોંચી ને પોતાનાં એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કરાવતા પૈસા ઉપડી ગયેલ છે તેવું જણાવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેવું જણાતા તેમને એક્સીસી બેંક માં થી પૈસા ઉપડ્યા હોવાનું જણાવતા એ.ટી.એમ ના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.
અજાણ્યા ઈસમો વિશ્વાસમાં લઇ એ.ટી.એમ મશીન માંથી પૈસા કાઢી આપવાના વિશ્વાસ થી એ.ટી.એમ આપેલ અને તેનો પિન નંબર અને કાર્ડ મશીન માં જતું રહ્યું છે તેમ કહીને નાશી  ભાગેલ થોડાક જ સમયમાં તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 50,074/- ઉપાડી લઇ ને રફુચક્કર થઈ ગયા હતા. અને આ ઈસમો ની સામે ઠગાઇ કરેલ હોઈ બે  ઈસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.